જસદણમાં દિનેશભાઈ વેકરીયાનું નિધન: શનિવારે સવારે બેસણું
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
લેઉઆ પટેલ દિનેશભાઈ વેકરીયા (ઉ.વ.૫૫) તે રાઘવભાઈ કેશવભાઈ વેકરીયાના સુપુત્ર રાજેશભાઈના ભાઈ રામભાઈ, નિરાલીબેન, રિચાબેનના પિતા નરસિંહભાઈ, હરજીભાઈના ભત્રીજા અર્જુનભાઈના બાપુજીનું તા.24 એપ્રિલ 2025ને ગુરૂવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.26એપ્રિલ 2025ને શનિવારના રોજ સવારે 8 થી 11 તેમનાં નિવાસસ્થાન 'આર કે પેલેશ' બજરંગ નગર જસદણ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.9825620350, 9313490048, 7096577498 ઉપર વ્યકત કરવો. ગુરૂવારે દેહવિલય પામનાર દિનેશભાઈની અંતિમયાત્રામાં વિવિધ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાય તેમની પરોપકારીતાના દર્શન કરાવ્યા હતાં. તેમનાં નિધનના પગલે પરિવારમાં તો ન કલ્પી શકાય એવી ખોટ પડી હતી પણ તેઓની દયાળુવૃતિ થકી અનેક ગરીબોને રાહત પહોંચતી હતી. તેઓએ પણ એક પાલનહાર ગુમાવ્યો હોય એવો અનુભવ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
