એકાદશી એવં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર

એકાદશી એવં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર


એકાદશી એવં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી એકાદશી એવં શનિવાર નિમિત્તે તા.18-03-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »