વડોદરા – વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીની બસ કાંસમાં ખાબકી -ડ્રાઈવર સહિત બે વિધાર્થીઓ થયાં ઇજાગ્રસ્ત
રિપોર્ટ -નિમેષ સોની
આજે વહેલી સવારે વડોદરા જીલ્લાનાં વડોદરા - વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા તરફ જતા રસ્તામાં આવતાં વડોદરા ગ્રામ્ય સર્કિટ હાઉસ પાસે બસ ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો.જેને પગલે બસ એકાએક કાંસમાં ખાબકી હતી. જે ઘટના બનતાં વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. જેને પગલે આસપાસનાં રહીશો બચાવ અર્થે દોડી આવ્યાં હતાં અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બસના ચાલકે ગુમાવ્યો સ્ટેરીંગ ઉપરથી કાબુ
પારુલ યુનિવર્સિટી લખેલી બસમાં અંદાજે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જઈ રહ્યાં હતાં તે સમય દરમિયાન એકાએક બસનાં ચાલાકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેને પગલે આ બસ કાસમાં ખાબકી હતી. સ્થળ પરથી જાણવા મળતી માહિતી મુજબ ડ્રાઈવર સહિત બે વિધાર્થીઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને અન્ય વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ બસ કયા કારણે કાંસમાં ખાબકી છે ?...કે પછી ચાલકની બેદરકારી હતી ?...કે ટ્રાન્સપોટર દ્વારા યોગ્ય બસ મૂકાઈ ન હતી એ તો સાચી તપાસ થયેથી જ બહાર આવશે.
શિક્ષણ આલમમાં જવાબદાર અધિકારીઓએ ખંખેર્યુ માથું
જાણવા મળતી માહિતી મુજબ પારુલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને અપ એન્ડ ડાઉન કરવા માટે પોતાની જ યુનિવર્સિટીના જાહેરાત પોસ્ટરો લગાવેલ બસને કોન્ટ્રાક્ટ રૂપે ટ્રાન્સપોર્ટેશન કરતા ઇસમોને સોંપતાં હોય છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન અંગે યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ આ બાબતે મીડિયા સમક્ષ માથું ખંખેર્યુ હતું અને દોષનો ટોપલો ટ્રાન્સપોર્ટેશનના અધિકારીઓ ઉપર નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, યુનિવર્સિટીનાં સત્તાધીશો આ બાબતે કયાં પ્રકારનાં પગલાં ભરે છે. કે પછી હજુ મોટાં અકસ્માતની રાહ જોશે તે ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે.
પોલીસનો કાફલો ધટના સ્થળે
પારૂલ યુનિવર્સિટીની બસ કાંસમાં ઉતર્યા ધટનાની જાણ કપુરાઇ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બસમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીનીઓ અને ચાલક ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને આગળની વધુ કાર્યવાહીની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે
