ક્લેઈમની રકમમાંથી ૪૦થી ૫૦ ટકા કપાત કરતી થર્ડ પાર્ટી એજન્સી

ક્લેઈમની રકમમાંથી ૪૦થી ૫૦ ટકા કપાત કરતી થર્ડ પાર્ટી એજન્સી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવારએક તરફ હોસ્પિટલ્સ બેફામ ચાર્જ વસૂલી રહી છે તેના પર નિયંત્રણ રાખનાર કોઈ નથી, ત્યારે બીજીતરફ મેડિક્લેઈમ લેનારાઓ પાસેથી છ ટકા વધુ પ્રીમિયમ લઈને બનાવવામાં આવેલી થર્ડ પાર્ટી એજન્સીઓ વીમા ક્લેઈમની રકમમાંથી આડેધડ કપાત કરીને દરદીઓની હાલત વધુ કફોડી કરવામાં ફાળો આપી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો વીમા ક્લેઈમની રકમના ૪૦થી ૫૦ ટકા નાણાં કાપી લે છે. થર્ડ પાર્ટી એજન્સીઓ દ્વારા બેફામ કરાતી કપાતને કારણે વીમો લીધા પછીય લાખોના ખર્ચના ખાડામાં વીમાધારકો ઉતરી રહ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે.કોઈ એક વિસ્તારની નાની હોસ્પિટલમાં ચાર્જ ઓછા હોય તો તે જ વિસ્તારની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તે બીમારીની સારવાર લેનાર દર્દીના બિલમાંથી આસપાસની હોસ્પિટલના ચાર્જના સરેરાશ કાઢીને તેનાથી ઉપર લેવાયેલા ચાર્જ કાપી નાખે છે. પરિણામે દર્દીએ ચાર્જ ચૂકવી દીધા પછી મેડિક્લેઈમ લીધો હોવા છતાંય મોટી રકમનો ખર્ચ બોજ વેંઢારવો પડી રહ્યો છે. થર્ડ પાર્ટી એજન્સી તેને રિઝનેબલ ચાર્જ તરીકે ઓળખાવે છે.ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો નારણપુરાની એક હોસ્પિટલમાં તમે સારવાર લીધી અને તમને તે સારવારનો ખર્ચ ૧.૫ લાખ ચૂકવવો પડયો, પરંતુ જો તેની પરિસરની હોસ્પિટલમાં તે જ બીમારીની સારવાર માટે ૭૫૦૦૦થી એક લાખ લેવાતા હોય તો તેવા સંજોગોમાં તમારા ૧.૫ લાખમાંથી સીધા રૃા. ૭૫,૦૦૦ કાપીને પછી જ મેડિક્લેઈમ ચૂકવવામાં આવે છે. ઘૂંટણના જોઈન્ટ્સના રિપ્લેસમેન્ટનો અઢી લાખ ચાલતો હોય અને તમારું બિલ ૩ લાખ આવે તો તમારા બિલમાંથી કોઈપણ પૂછપરછ કર્યા વિના રૃા. ૫૦,૦૦૦ કાપી લેવામાં આવે છે.તમારો વીમો રૃા. ૩ લાખ હોય તો તમે રૃા. ૩૦૦૦થી વધારાની રકમનો એટલે કે ૪૦૦૦ના ચાર્જનો રૃમ પસંદ કરો તો તે અમાન્ય રાખશે. તેની સાથે જ તમારા ઓપરેશન ચાર્જ સહિતના ડૉક્ટર્સની વીઝીટ ચાર્જમાંથી ૨૫-૨૫ ટકા રકમ કાપી લે છે. હોસ્પિટલના રૃમના ચાર્જ કોઈ સંસ્થાએ નિશ્ચિત કરેલા નથી. તેથી દર્દીઓને તો સારી સુવિધા સાથેનો રૃમ મળે અને તેના જેટલા ચાર્જ લેવાતા હોય તેટલા ચાર્જ ચૂકવવા જ પડે છે. તેમાં તેના બિલની દરેક રકમમાંથી ૨૫ ટકા ચાર્જ કપાઈ જાય છે. કારણ કે તેણે રૃમ ચાર્જ ૨૫ ટકા ઊંચો ચૂકવ્યો છે. જોકે તમામ વીમા કંપનીઓ આ જડતા દાખવતી નથી. દવા અને દર્દીને કરાવવા પડતા જુદાં જુદા ટેસ્ટના ચાર્જમાંથી ૨૫ ટકા રકમ કપાતી નથી. તે સિવાયના દરેક ચાર્જમાંથી ૨૫ ટકા રકમ કાપી લેવામાં આવે છે. થર્ડ પાર્ટી એજન્સીઓમાં ડૉક્ટર્સ દ્વારા ખર્ચ પેટે લેવામાં આવતી રકમના વાજબીપણાને ચકાસવા માટે કોઈ ડૉક્ટર છે જ નહિ. ડૉક્ટર ન હોવાથી તબીબી સારવાર માટે કરવી પડતી વાજબી જફા અને તેને માટે લાગતા ચાર્જ અંગે પાક્કી સમજણ થર્ડ પાર્ટી એજન્સીઓના અધિકારીોમાં હોતી જ નથી. ટ્રીટ મેન્ટ અંગેની સમજ વિનાના અધિકારીઓ ટ્રીટમેન્ટના ચાર્જનો નિર્ણય લે છે. ટ્રીટમેન્ટના ચાર્જની કોઈ જ વ્યાખ્યા પણ નક્કી થયેલી નથી. વીમા ક્લેઈમ મંજૂર કરવાનું આખું માળખું જ ખોટું છે. આ માળખું જ ધરમૂળથી બદલી નાખવામાં આવશે તો વીમા ક્લેઈમ મૂકનારા દર્દીઓને ન્યાય મળી શકશે.સર્વિસ ચાર્જને નામે થતી હોસ્પિટલની લૂંટ પર બ્રેક લગાવોદર્દીની સારવાર દરમિયાન ઓપરેશન ચાર્જ, નર્સ વોર્ડબોયની સર્વિસનો ચાર્જ, ડૉક્ટર્સની વિઝિટ ચાર્જ સહિત દરેક ચાર્જ લઈ લીધા બાદ દર્દીનું છેલ્લી બિલ બનાવે તેના પર ૧૫ ટકા સર્વિસ ચાર્જ લગાડે છે. આ ચાર્જ ખરેખર ગેરકાયદે છે. દરેક હોસ્પિટલમાં દરેક દર્દી પાસે બિલની રકમ ઉપર આ રીતે ૧૫ ટકા સર્વિ ચાર્જ તરીકે વસૂલાય છે. વીમાના ક્લેઈમ  મૂકનારના બિલમાંથી આ ૧૫ ટકા રકમ વીમા કંપનીઓ સીધી જ કાપી લે છે. કેટલાક કહે છે કે દર્દીને ટૂથપેસ્ટ, બ્રશ વગેરેની નાની કીટ એડમિસન આપતી વખતે આપી દે છે. તેના ૧૫ ટકા ચાર્જ ચઢાવી દે છે.એક સાથે બે સર્જરી થાય તો ૫૦ ટકા કપાઈ જાયપ્રોસ્ટેટના દર્દીને ગોલ્ડ બ્લેડરનું ઓપેરશન પણ કરાવવાનું કેટલાક કેસમાં આવે છે. આ ઓપરેશન એક જ સીટિંગમાં થાય છે. એક જ ઓપરેશન થિયેટરમાં એક જ સાથે તે કરી દેવાય છે. બંને સર્જરી એલગ અલગ ડૉક્ટર કરતાં હોય છે. પરંતુ વીમા કંપની તેના બિલમાંથી એક સર્જરીના ચાર્જ કાપી લે છે. આવું જ ન્યુરોના કે અને ગેસ્ટ્રોલોજીના કેસમાં પણ બે સર્જરી સાથે કરવી પડે છે. તેમાં પણ એક સર્જરીના ચાર્જ કાપી લે છે. બાકીની એક સર્જરીના ચાર્જમાંથી ૨૫થી ૪૦ ટકા રકમ કાપી લેછે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »