જસદણમાં વાજસુર પરા મેઈન રોડને લઈને શું થયું જાણો સમાચાર - At This Time

જસદણમાં વાજસુર પરા મેઈન રોડને લઈને શું થયું જાણો સમાચાર


જસદણમાં વાજસુર પરા મેઈન રોડને લઈને શું થયું જાણો સમાચાર

જસદણમાં પૂર્વ કારોબારી ચેરમેન બીજલ ભાઈ ભેંસજાળીયા દ્વારા જસદણ નગરપાલીકા ચીફ ઓફિસરને હમણા જ જે રોડ બની રહ્યો છે તેને લઈને અરજી આપવામાં આવી છે જે અરજીમાં બીજલ ભાઈ એ ઉલ્લખે કર્યો હતો કે વાજસુરપરા વિસ્તારનાં મેઈન રોડ ઉપર જે કામ કરેલ છે, તે કોન્ટ્રાક્ટરે લેવલ વગરનો રોડ બનાવેલ છે અને મેઈન રોડના પાણી શેરીમાં જાય છે તેવી ફરિયાદ કોન્ટ્રાક્ટરને કરેલ છે છતાં પણ લેવલ કરેલ નથી તેમજ વાજસુર પરા શેરી નં.૧૦માં વિનોદભાઈ દેવશીભાઈ ઘોડકીયાના ઘર પાસે રોડમાં ખાડો રાખેલ છે જેથી વરસાદી પાણી આ વિનોદભાઈ દેવશીભાઈ ઘોડકીયાનાં ઘરમાં ઘુસી જાય તેમ છે. તેની પણ ફરિયાદ કરી છતાં ખાડો રીપેરીંગ કરી લેવલ કરવામાં આવેલ નથી. તેમજ વાજસુર પરા શેરી નં.૧૮માં મેઈન રોડનું પાણી શેરી નં.૧૮માં જાય છે. તે જગ્યાએ ઢાળ શેરીમાં પાણી જાય તેમ આપેલ છે, ટૂંકમાં આ કોન્ટ્રાકટર પોતાની મનમાની અને પોતાની મરજી પડે તેમ રોડ રસ્તો બનાવેલ છે, જેથી અમારી માંગણી છે કે જ્યાં સુધી રોડનું રીપેરીંગ કામ(ઢાળ) સરખો ન કરે ત્યાં સુધી આ કોન્ટ્રાકટરનું બીલ ન ચુકવવાને લઈને આ અરજી આપવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે જસદણ ચીફ ઓફિસર આ બાબતને લઈને શું આગળ કાર્યવહી કરશે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon