શહેરા નગરપાલિકાના સમાવિશ પરા વિસ્તારમાં પાલીખંડા થી મીઠાપુર તરફ જતા રોડ પરની સ્ટ્રીટ લાઈટો એક અઠવાડિયા થી બંધ હાલતમાં
શહેરા
શહેરાનગરપાલિકામા આવેલા પરા વિસ્તારમાં આવેલા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો નાખવામા આવેલી છે. પણ આ સ્ટ્રીટ લાઈટો ઘણીવાર જાણે શોભાના ગાંઠીયા સમાન હોય તેમ લાગી છે. કારણે કે તંત્ર દ્વારા આ લાઈટો મનફાવે ત્યારે ચાલુ કરવામા આવે છે મન ફાવે ત્યારે બંધ કરવામા આવે છે તેમ પાલીંખડા ગામમા લોકોના મુખે સાંભળવા મળી રહ્યુ છે. આ પહેલા તો દિવસે પણ લાઈટ ચાલુ હાલત જોવા મળી હતી, પાલીંખડા પરા વિસ્તારમાં હાલોલ-શામળાજી હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી તળાવ થઈને મીઠાપુર તરફ જવાના રસ્તા પર કેનાલ સુધી સ્ટ્રીટ લાઈટો લગાવી છે. સ્ટ્રીટ લાઈટો હોવાથી રસ્તા પર અંજવાળુ રહે છે સાથે સાથે કોઈ અનિચ્છીય ઘટના પણ બનતી ઘટે છે પણ હાલમા આ જે સ્ટ્રીટ લાઈટો છે તેને સાંજે અંધારુ થતા ચાલુ કરી દેવી જોઈએ. જેથી કોઈ મુશ્કેલી પડે નહી પણ આ લાઈટો ચાલુ કરવામા આવતી નથી તેવુ ગામલોકોમા ચર્ચા ચાલી રહી છે. તારીખ 14 કે 15 /3/2025 ના રોજ થી આજ સુધી કોઈ નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાંય આજ દિન સુધીમાં સ્ટ્રીટ લાઈટ રાત્રી દરમિયાન શરુ નહિ કરતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે અવર જવર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે નગરપાલિકા તંત્ર એ એવા કેવા વિચિત્ર પ્રકારના માણસોને લાઇટ ચાલું - બંધ નું કામ શોપાવામાં આવ્યું હસે ? કે નહિ હોય તેવા સવાલો ઉઠવા પામ્યા છે જ્યારે નગરપાલિકા દ્વારા મહાનગર પાલિકા બનાવવામાં ના પ્રયત્નો કરી રહી છે ને એક બાજુ લોકો ને સુવિદ્યાઓ આપાવમાં આવતી નથી આના પરથી દેખાઈ રહ્યું છે જેથી આવી સુવિધાઓ થી રાહદારીઓ વટે માર્ગુ ને દિવસ દરમ્યાન શોભાના ગાંઠીયા સમાન સ્ટ્રીટ લાઈટ ના થાંભલાઓ ઊભા જોવા મળી રહ્યા છે. જ્યારે રાત્રી દરમિયાન લાઈટ નહીં ચાલુ કરાતા આધાર પટ જેવો માહોલ પણ જોવા મળી રહ્યું છે સ્ટ્રીટ લાઈટ બંધ ચાલુ કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ આજ દિન સુધી મૂકવામાં આવ્યો નહાવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે શહેરા પાલિકા દ્વારા સફાઈ કરતાં કર્મીઓ ના ફોટા વીડિયો લોકેશન સાથે અપડેટ કરવામાં આવે છે માટે માણસો મૂકવામાં આવતા હોય તો શું લાઇટ ચાલું બંધ કરવા માટે કેમ નથી મૂકવામાં આવતા જવાબદાર. તંત્રએ ધ્યાન દોરવું જોઈએ કે નહીં તેવી લોક મુખે ચર્ચા
પાલીખંડા થી મીઠાપુર તરફ જતા રોડ પર તળાવ હોવાને લઇને જાડી જખરાઓ જગલી વનસ્પતિ ઊંઘી નીકળેલી હોવાને લઈને ડરાવનો જેવો રસ્તો હોવાથી ત્યાંથી મહિલાઓ તેમજ પુરુષો પણ એકલા પસાર થતા ડર અનુભવતા હોય છે જ્યારે તંત્ર દ્વારા એક અઠવાડિયાથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં ચાલુ કરવામાં આવતી નથી થોડા દિવસ પહેલા જ કેટલી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને લઈને ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં પણ આવી રહી હતી પરંતુ એક અઠવાડિયાથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
