કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીને ભુજનો બુકી ઉઠાવી ગયો, પોલીસે પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી બંનેને ઝડપી લીધા
કચ્છ ના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ ના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો. ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમનોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાઉ આવતા ઓમ ડાભી ના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 25મી નવેમ્બર સોમવારની રાતે ભુજનો ઓમ ડાભી (દરજી) નામનો બુકી કબરાઉ મોગલધામના બાપુની પુખ્ત વયની દીકરીને ઉઠાવી ગયો હતો. જેને પગલે પોલીસમાં દીકરીની ગુમનોંધ પણ કરવામાં આવી હતી. પોલીસે તાબડતોડ આ કિસ્સામાં તપાસ શરુ કરીને ટેક્નિકલ સર્વેલન્સ સક્રિય હતું. જેને પગલે ઓમનું લોકેશન વલસાડ જિલ્લામાં મળી આવતા પોલીસે બંનેને દબોચી લીધા હતા. હાલમાં ભચાઉ પોલીસની ટીમ બંનેને લેવા માટે વલસાડ પહોંચી ગઈ છે.
6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.