સરકારી તંત્ર દ્વારા અવારનવાર માલધારી સમાજ ઉપર થતા અત્યાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું - At This Time

સરકારી તંત્ર દ્વારા અવારનવાર માલધારી સમાજ ઉપર થતા અત્યાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું


સરકારી તંત્ર દ્વારા અવારનવાર માલધારી સમાજ ઉપર થતા અત્યાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું

જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારી તંત્ર દ્વારા અત્યાચાર કરવામાં આવતું હોય જેમ કે સુરત શહેર ઢોર પકડ પાર્ટી દ્વારા માલધારી સમાજના ઢોર પોતાના ઘેર બાંધેલ હોય છતાંયે ટાર્ગેટ પૂરું કરવા માલધારી સમાજના માલિકીના ઢોરને પોતાના ઘરના આંગણેથી બળજબરી પૂર્વક એસ.આર.પી.ની ટીમને સાથે રાખીને ડબ્બામાં પૂરી લઈ ગયેલ હોય તેમજ માલધારી સમાજની બહેન દીકરીઓ સાથે અશોભનીય ગેરવર્તન કરેલ છે તેમજ લેડીઝ પોલીસ સ્ટાફ ના હોવા છતાં પુરુષ પોલીસ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કરી મહિલાઓની અટકાયત કરેલ હતી જે કાયદાથીઅને નીયમ થી વિરુદ્ધ છે જે અન્વયે સમસ્ત માલધારી સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાવા આપ સાહેબને નમ્ર અપીલ
તથા સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તાર જેવા કે અમરોલી ડભોલી વેડ રોડ જે તે જગ્યા જ્યાં માલધારી સમાજના લોકો 25 25 વર્ષ થયા રહેણા કરી રહ્યા હતા જે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ જાણ કર્યા વગર કે સમય મર્યાદા આપ્યા વગર પશુ વાડા તોડી નાખેલ છે તે બાબતે તથા ઉપરોક્ત આપ સાહેબ ને યોગ્ય કરવા નમ્ર વિનંતી અન્યથા વારંવાર માલધારી સમાજ ઉપર થતી ગેરરીતી બળજબરી પૂર્વક માલધારી સમાજના પશુઓને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા ઘરેથી લઈ જવામાં આવે અને સાથે પોલીસ દ્વારા માલધારી સમાજને ધાક ધમકીઓ આપવામા આવે કે અમારી સાથે વધુ રક જક કરશો તો અમે તમને પાછા હેઠળ કરી દેશૂ આ કેટલો યોગ્ય ગણાય જે અનુસંધાને આપ સાહેબ યોગ્ય કરી અમોને ન્યાય અપાવો તેવી સમગ્ર ગુજરાત તથા સુરત શહેરના માલધારી સમાજ દ્વારા આશા વ્યક્ત કરેલ છે

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon