રોકડ રૂ.૧૧,૩૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ૪ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

રોકડ રૂ.૧૧,૩૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ૪ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા. પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ,

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં.તે દરમ્યાન મહુવા, સીંગલ ઇન્દીરાનગરમાં જોડીયા હનુમાનની બાજુમાં જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને સંયુકત રીતે મળેલ બાતમી આધારે રેઇડ દરમ્યાન નીચે મુજબનાં માણસો વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓ--

1. જેન્તીભાઇ બચુભાઇ ડોડીયા ઉ.વ.૩૪ રહે.સીંગલ,ઇન્દીરાનગર,મહુવા

2. સંજયભાઇ ભાનુભાઇ જોષી ઉ.વ.૩૭ રહે.વિધાનગર ભોળાનાથના મંદીરની બાજુમા, મહુવા

૩. અશોકભાઇ માવજીભાઇ શિયાળ ઉ.વ.૩૫ રહે.ઇન્દીરાનગર,જુપડપટ્ટી વિસ્તાર, મહુવા

4. જતીનભાઇ ભરતભાઇ રાઠોડ ઉ.વ.૩૭ રહે.સીંગલની બાજુમા,યોગીપાર્ક સોસાયટીના ખુણે, મહુવા

કબ્જે કરેલ મુદ્દામાલ-

ગંજીપતાનાં પાના-પર તથા રોકડા રૂ.૧૧,૩૯૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૩૯૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી. બી.એચ.ગરખીયા શ્રી પી બી જેબલીયા, શ્રી પી.આર.સરāયા સ્ટાફનાં ચેતનસિંડ્ર સરવૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડયા, મહેન્દ્રસિંહ સરવૈયા, જગદિશસિંહ ગોહિલ

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon