લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી
લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ની સૂચના મુજબ આગામી સમયમાં હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી અન્વયે પી.આઈ આઈ.જે.ગીડા ની સૂચના મુજબ પી.એસ.આઇ વાય.એમ.જાડેજા ની આગેવાની માં વિસ્તાર ના આગેવાનો જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ જેમાં આવનાર તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય કોઈ કાયદો વ્યવસ્થા લગત પ્રશ્ન ન થાય તે અંગે સૂચના તેમજ સમજ કરવામાં આવેલ આતકે ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, લીલીયા ના સરપંચ જીવનભાઈ વોરા, કેપ્ટન ધામત, ભનુભાઈ ડાભી, પરિન સોની,ઘનશ્યામ મેઘાણી, સૈયદુ બાપુ કાદરી સહિતના બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
