1 જુલાઈથી સેમેસ્ટર 1, 3, 5ના ફોર્મ ભરવા બે માસની મુદત
લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું બંધ, અગાઉ ફોર્મ ભરવા 15 દિવસ જ અપાતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના યુજી અને પીજીના સેમેસ્ટર 1, 3 અને 5ના પરીક્ષા ફોર્મ તારીખ 1 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી ભરવામાં આવનાર હોવાનું પરીક્ષા વિભાગે જાહેર કર્યું છે. યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામક તરીકે નિયુક્ત થયા બાદ નિલેશ સોની પરીક્ષા પદ્ધતિ સહિતની બાબતોમાં કેટલાક જરૂરી બદલાવ કરી રહ્યા છે જેના અંતર્ગત આ વર્ષે પહેલીવાર યુજી અને પીજીના સેમેસ્ટર 1, 3 અને 5ના ફોર્મ ભરવા માટે બે મહિનાની મુદત આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને હવે પરીક્ષા ફોર્મ ભરવા માટે બે મહિનાનો સમય મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.