શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનનીઉજવણી કરવામાં આવી - At This Time

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનનીઉજવણી કરવામાં આવી


શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનનીઉજવણી કરવામાં આવી

અમરેલી 5. સપ્ટેમ્બર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કુલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ તેમજ જિલ્લા કક્ષા સ્પોટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળા સંચાલન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ વિષય શિક્ષક, પ્રિન્સિપાલ બની અભ્યાસ અને સહ અભ્યાસિક કાર્ય કરેલ, વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો અનેરો ઉમંગ દેખાય રહ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષકની ભૂમિકામાં અનુભવ થયો કે શિક્ષકો ખૂબ જ મહેનતથી વિદ્યાર્થીઓને જે તે વિષયનું જ્ઞાન આપતા હોય છે, જેમાં વિદ્યાર્થીઓએ પણ તે જ્ઞાનને ગ્રહણ કરવા હંમેશા શિસ્ત સાથે આદર્શ વિદ્યાર્થી બની જ્ઞાન મેળવવું જોઈએ.
આવી રીતે આજે શિક્ષક દિન દિનમાં દિનમાં 800 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બની અભ્યાસ કરાવેલ જેથી શિક્ષક દિન ખૂબ જ સારી રીતે ઉજવાયું અને વિદ્યાર્થીઓમાં દિવસ અનુભૂતિ થઈ હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાના જીવન દરમિયાન કોલેજ યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રિય પ્રોફેસર કુલપતિ ઉપરાંત, ત્રણ વર્ષ રશિયામાં ભારતના રાજદૂત તરીકે, દસ વર્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પાંચ વર્ષ ભારતીય દ્વિતીય રાષ્ટ્રપતિ તરીકે, ચાર વર્ષ યુનેસ્કોની કારોબારી સમિતિના સભ્યો અને અધ્યક્ષ તરીકે મહત્વના હોદ્દા પર રહી અભુતપૂર્વ કામગીરી કરી હતી. વિશ્વના 13 દેશો એ તો તેમને માનદ ડોક્ટરેટની પદવી થી નવાજયા હતા.આ તકે પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મસુખભાઇ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણીએ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શિક્ષકદિનના અભિનંદન પાઠવ્યા.

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.