ડાયાબીટીસની ફાકી - દૂધના નમૂના મીસ બ્રાન્‍ડેડ - સબ સ્‍ટાર્ન્‍ડડ : વધુ ૩ નમૂના લેવાયા - At This Time

ડાયાબીટીસની ફાકી – દૂધના નમૂના મીસ બ્રાન્‍ડેડ – સબ સ્‍ટાર્ન્‍ડડ : વધુ ૩ નમૂના લેવાયા


મનપા દ્વારા તહેવારો દરમિયાન અને ત્‍યાર પછી પણ ફૂડ શાખાનું ચેકીંગ શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં કરવામાં આવી રહ્યું છે. જે અન્‍વયે મીઠાઇના ત્રણ નમૂના લેવામાં આવ્‍યા છે. જ્‍યારે કોઠારીયા રોડ ખાતેની શ્રી નવરંગ ડેરી ફાર્મ ખાતેથી ૧૨ કિલો વાસી તથા અખાદ્ય મીઠાઇઓ સ્‍થળ ઉપર જ નાશ કરવામાં આવેલ. ઉપરાંત ડાયાબીટીસ માટેની ફાકી તથા મિકસ દૂધ (લુઝ)ના બે નમૂના નાપાસ જાહેર થયા હતા.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્‍પાદન કરાતા સ્‍થળોનું ચેકિંગ કરવામાં આવેલ. જેમાં મીઠાઈના ત્રણ નમૂના લેવામાં આવેલ તથા ચેકિંગ દરમિયાન શ્રી નવરંગ ડેરી ફાર્મ, હૂડકો ક્‍વાટર નં. બી -૩૧૪, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે વાસી તથા અખાદ્ય ‘મિકસ મીઠાઇ' મળી આવતા તે આશરે ૧૨ કિલો જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ નમૂના પૈકી ખાદ્યચીજ અભિનવ ડાયાબિટીસ માટે ફાકી (૧૦૦ ગ્રામ પેક) નમૂનો તપાસ બાદ મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ તેમજ મિક્‍સ દૂધ (લૂઝ) ના બે નો નમૂના રિપોર્ટમાં સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે.
જેમાં અભિનવ સ્‍ટોર- વૈદ્યવાડી જયંત કે. જી. રોડ રાજકોટ મુકામેથી અશ્વિનભાઈ પરસોતમભાઈ મજેઠીયા પાસેથી લેવાયેલ ખાધચીજ -અભિનવ ડાયાબિટીસ માટે ફાકી (૧૦૦ ગ્રામ પેક) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ન્‍યુટ્રિશનલ ઇન્‍ફોર્મેશન દર્શાવેલ નથી, ખાદ્ય ચીજનું નામ નિયમ મુજબ દર્શાવેલ નથી તેની હાજરી મળી આવતા મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ.
ઘનશ્‍યામ ડેરી ફાર્મ - પૂર્વા એપાર્ટમેંટ, શોપ નં. ૨, અલય મુકામેથી સાગરભાઈ પ્રવીણભાઈ ગજેરા પાસેથી લેવાયેલ ખાધચીજ - મિક્‍સ દૂધ (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ.
નશીબ હોટેલ - ખોડિયાર કૃપા બુટભવાની કૃપા પાસે, તિરૂપતિ નગર એ-૧, રૈયા રોડ, રાજકોટ મુકામેથી મયાભાઇ સવાભાઇ પરમાર પાસેથી લેવાયેલ ખાધચીજ - મિક્‍સ દૂધ (લૂઝ) નો નમૂનો તપાસ બાદ ધારાધોરણ કરતાં મિલ્‍ક ફેટ ઓછા તેમજ ધારાધોરણ કરતા મિલ્‍ક સોલીડ નોટ ફેટ ઓછા હોવાના કારણે નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ.
દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્‍યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્‍પાદન/વેંચાણ કરતા સ્‍થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે વિજયનગર વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ડેરી પ્રોડક્‍ટ, ઠંડાપીણાં, મસાલા, બેકરી પ્રોડક્‍ટ તથા ખાદ્ય તેલના કુલ ૧૭ નમૂનાનું સ્‍થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્‍થળ પર ૫ પેઢીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
જેમાં વરિયા ફરસાણ, યશ પ્રોવિઝન સ્‍ટોર, આશાપુરા સમોસાં, ઉમિયાજી પ્રોવિઝન સ્‍ટોર તથા ગાયત્રી પ્રોવિઝન સ્‍ટોરને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે પુષ્‍કરધામ મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૩ પેઢીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ. જેમાં વ્રજ મેડિસિન્‍સ, હરભોલે સ્‍વીટ એન્‍ડ ફરસાણ માર્ટ તથા શ્રી ઘનશ્‍યામ કેક શોપ, ચીલી પોઈન્‍ટ, ચાર્ટ હેકર્સ, ફૂડ હોલિક, સ્‍વસ્‍તિક ઢોસા, વોટ્‍સ સેન્‍ડવિચ, ધ રિયલ ચાઇનીઝ એન્‍ડ પંજાબી, ડેનિસ કોફી બાર, ડીએકુતિ મોમોસ એન્‍ડ સ્‍ટક્‍સ, મોરિસ ફાસ્‍ટ ફૂડ, બેસ્‍ટ બેકરી, ગાંધી સોડા શોપ, જસોદા ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ, ડિલિસિયસ ફૂડ, મહાવીર ફરસાણ હાઉસ, ચોકો બાઇટ કેક શોપ તથા મલ્‍ટી કઝીન રેસ્‍ટોરન્‍ટને નોટીસ આપવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.