ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની તૈયારી શરૂ: ૧૬૦૦ સીસીટીવી કેમેરા દ્રારા રાખશે નજર - At This Time

ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની તૈયારી શરૂ: ૧૬૦૦ સીસીટીવી કેમેરા દ્રારા રાખશે નજર


દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદ શહેર પોલીસ ડ્રોન દ્રારા રથયાત્રાની સુરક્ષા પર ચાંપતી નજર રાખશે. આ વર્ષે સમગ્ર રથયાત્રાના રૂટ પર ડ્રોન દ્રારા નજર રાખવાની પ્રક્રિયા એક મહિના અગાઉથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને સંવેદનશીલ દરિયાપુર, શાહપુર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ૨૦મી જૂને શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથની દેશની બીજી સૌથી મોટી રથયાત્રા માટે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જમાલપુરના જગન્નાથ મંદિરથી સરસપુરના રણછોડરાય મંદિર સુધીના ૧૮ કિલોમીટર લાંબા રથયાત્રાના રૂટ પર ૧૬૮૦ સીસીટીવી કેમેરા દ્રારા સતત નજર રાખવામાં આવશે. ડ્રોન દ્રારા આકાશમાંથી પણ મોનીટરીંગ કરવામાં આવશે. આ રથયાત્રામાં ૨૦ હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે.

ઔદ્યોગિક ઉપયોગ માટે સાધનો
શહેર પોલીસ સેકટર-૧ના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજરે પત્રકારોને જણાવ્યું હતું કે, રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પડે તે હેતુથી શહેર પોલીસ છેલ્લા એક મહિનાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં વ્યસ્ત છે. આ અંતર્ગત છેલ્લા એક મહિનામાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, ટ્રક એસોસિએશન, ભજન મંડળી, અખાડા એસોસિએશન સાથે ૩૪૩ બેઠકો થઈ છે. શાંતિ સમિતિની ૧૧૧ બેઠકો, ૧૯૦ મોહલ્લા બેઠકો, ૧૮ લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર નડતા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, સ્ટ્રીટ લાઇટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, સાથે જર્જરિત મકાનો, રૂટ પર નડતા મકાનોની છતની ચકાસણી કરવામાં આવી રહી છે. રથયાત્રાના ૩ રૂટ પર કોઈ રખડતા પશુ ન આવે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

શહેરમાં મોબાઈલ સીમકાર્ડ વેચતા ૮૪૧ મોબાઇલ શોપ સંચાલકોની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ૪૯૧ સિમ કાર્ડ વેચનારની પણ તપાસ કરવામાં આવી છે. જાહેરનામાના ભગં બદલ ત્રણ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ૪૪૦ ટુ-વ્હીલર વેચનારની તપાસ કરવામાં આવી હતી જેમાંથી બે સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૧૮૨૭ મુસાફિર ખાના, ધર્મશાળા ખાતે તપાસ કરવામાં આવી છે જે ચાલુ છે. કોઈપણ શંકાસ્પદ વ્યકિતની શોધ માટે શહેરમાં ૧૫૫ પાર્ટી પ્લોટ અને સ્થળોની તપાસ કરવામાં આવી હતી. અહીથી ૩૧ ત્યજી દેવાયેલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. રૂટ ૬૨૯ પર સતત પેટ્રોલીંગ ચાલુ છે. ૯ હજારથી વધુ વાહનોના નાકાબંધી કરી ચેકિંગ કરવામાં આવ્યું છે.

૧૫૭ નવા સીસીટીવી કેમેરા લગાવાયા રથયાત્રાના રૂટ પર ૧૫૨૩ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી આ વર્ષે ૧૫૭ નવા કેમેરા લગાવવામાં આવ્યા છે. બધં પડેલા ૧૮ સીસીટીવી કેમેરા ફરી ચાલુ કરવામાં આવ્યા છે. તેમના દ્રારા હવેથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે

સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસના -૧૩ હજાર જવાનો તૈનાત -૧૧ આઈજીપી કક્ષાના અધિકારીઓ સમગ્ર રૂટની સુરક્ષાની જવાબદારી સંભાળશે. પોલીસ અધિક્ષક કક્ષાના ૫૦ અધિકારીઓ, ૧૦૦ નાયબ અધિક્ષક, ૩૦૦ પીઆઇ, ૭૦૦ પીએસઆઈ, ૬ હજાર હોમગાર્ડ જવાનો તૈનાત કરશે. એસઆરપીએફ અને સીએપીએફની ૩૫ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. શહેર પોલીસ પ્રથમ વખત આંતરિક સંદેશાવ્યવહાર માટે ટેલિગ્રામ સિસ્ટમનો ઉપયોગ કરશે. બોડી વોર્ન કેમેરાથી નજર રાખવામાં આવશે. ડ્રોન ફેસ ડિટેકશન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે

૫૦૪૯ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી રથયાત્રાના રૂટના ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો ભંગ કરનાર શંકાસ્પદ ૫૦૪૯ લોકો સામે કસ્ટડીની કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગરો સામે ૩૯૮ કેસ નોંધાયા છે. ભાડા પર અપાયેલા ૧૧૬૫ મકાનોમાં રહેતા લોકોની તપાસ કરવામાં આવી છે. પાસા હેઠળ ૯ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે જ્યાંરે ૧૪ને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.