પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને દુર રાખવા તંત્ર નક્કર કાર્યવાહી કરે - At This Time

પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને દુર રાખવા તંત્ર નક્કર કાર્યવાહી કરે


*પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને દુર રાખવા તંત્ર નક્કર કાર્યવાહી કરે*

સમુદ્ર તોફાની બન્યો હોવાથી જાનહાનીની શક્યતા દર્શાવાઈ: હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રજુઆત

પોરબંદરમાં ચોમાસા દરમિયાન સમુદ્ર તોફાની બન્યો છે.ત્યારે અસંખ્ય લોકો દરિયાકાંઠે જાય છે અને સમુદ્રમાં જીવના જોખમે નજીક જઈને સેલ્ફી લેતા હોય છે.તેથી તેને અટકાવવા માટે તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની છે.હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,હાલમાં ચોમાસુ શરૂ થઈ ચુક્યું છે અને અરબી સમુદ્રમાં લોઢ લોઢ મોજા ઉછડી રહ્યા છે,ખાસ કરીને પોરબંદરની ચોપાટી ઉપર નજીકના જન્નત બીચ, માધવપુરના રમણીયા બીચ સહિત રતનપરના દરિયાકિનારે અને રંગબાઈ મંદિર પાછળના દરિયાકિનારે તથા કુછડી નજીક ખીમેશ્વર મંદિર પાછળના દરિયાકિનારે વિશાળ સંખ્યામાં લોકો ફરવા માટે જાય છે અને તોફાની દરિયામાં પગ બોળવા સહિત સેલ્ફી લેવા માટે પણ નજીક જતા હોય છે.
હાલમાં આ સમુદ્ર તોફાની હોવાથી ગમે ત્યારે ગંભીર અકસ્માતની શક્યતા નકારી
શકાતી નથી દર વર્ષે માધવપુરના દરિયામાં અનેક લોકો તણાઈ જતા હોય તેવા
બનાવો બને છે એ જ રીતે પોરબંદરના જુદા-જુદા બીચ ઉપર પણ તોફાની સમુદ્રના
મોજા સામે રમત રમતા લોકોને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું
બહાર પાડીને લોકોને સમુદ્રથી દુર રહેવા માટે અપીલ કરવી જોઈએ અને જરૂર
જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત પણ મુકવો જરૂરી બન્યો છે.
તે ઉપરાંત પણ ઉપરવાસના વરસાદ અને ચોમાસામાં આવતા વરસાદને લીધે ભરાતા પાણીના જળ પ્લાવિત વિસ્તારો નજીક પણ લોકો જીવના જોખમે જતા હોય છે તેથી તેઓને અટકાવવા માટે પણ સ્થાનિકકક્ષાએ યોગ્ય કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે.તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.