ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે પીર ની દરગાહ સામે આવેલી કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફડાતફડી
ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે બજાર વચ્ચે આવેલી કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફડાતફડી
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે મુખ્ય બજારમાં પીર ની દરગાહ સામે આવેલી કરિયાણા ની દુકાનમાં આજ રોજ સવારે નવ વાગ્યા ની આસપાસ આગ લાગતા ગામમાં દોડાદોડી નો માહોલ મચી ગયો હતો.
ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે પીર ની દરગાહ સામે આવેલ મુખ્ય બજારમાં નવનીતરાય હરગોવિંદદાસ મહેતા ની કરિયાણા દુકાનમાં સવારે 9:00 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુની દુકાનો તથા રહેણાંક મકાનોમાં દોડાદોડી મચી ગઈ હતી આગની જાણ થતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા સામાજિક કાર્યકર સહદેવસિહ ચુડાસમાએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ધોલેરા પી. એસ. આઇ તથા મામલતદાર ધોલેરાને તાત્કાલિક જાણ કરતા ધંધુકા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ફાયર ની ટીમ આવી પહોંચતા અડધી કલાક ની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ધોલેરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તલાટી મંત્રી મહેબુબભાઈ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તંત્ર ને વિગતવાર જાણ કરી હતી. વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર ની તાત્કાલિક કામગીરી તથા ગ્રામજનોની મદદથી આગ સંપૂર્ણ કાબુમાં લેવામાં આવેલ આ આગમાં કોઈપણ જાતની જાન હાની થયેલ નથી. ગામના જાણકાર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ દુકાન માં કોઈ જ્વલનશીલ પ્રવાહી ના કેરબાઓ માથી પ્રવાહી કાઢતા સમયે કોઈ કારણસર આગ લાગ્યા નું અનુમાન છે. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો આજુબાજુની દુકાનો તથા રહેણાંકના મકાનોમાં પણ આગ થી મોટી જાનહાની થઈ હોત. ગામના યુવાનોએ પાણી ના ટેન્કર થી આગ પર કાબુ મેળવવા ના પ્રયત્નો કર્યા હતા. નગરપાલિકાના ના ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર આવી તેમજ સ્થાનિક પોલીસ તંત્ર એ પણ સ્થળ પર આવી આગ ઓલવવાની કામગીરી માં મદદરૂપ થયા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.