પોરબંદર જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

પોરબંદર જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ


પોરબંદર જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

પોરબંદર તા.૨૧, પોરબંદર જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જદા-જુદા મુદા પર ચર્ચા કરવાની સાથે જિલ્લા કલેટકરશ્રી અશોક શર્માએ જરૂરી માર્ગદર્શન તથા સૂચનો રજૂ કર્યા હતા. જેમાં સરકારની વિવિધ જનકલ્યાણ લક્ષી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓને મળી રહે તે જોવું, અન્ય કચેરીની રજુઆતની સમીક્ષા, સરકારની ફલેગશીપ યોજનાઓના લક્ષ્યાંકો હાંસલ કરવા, ઇ-સરકાર પ્રોજેક્ટ, વગેરે વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. તથા ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા દ્રારા જનહિતમાં રજુ કરવામાં આવેલા પ્રશ્નો સંદર્ભે નિયમાનુસાર કરવામાં આવી રહેલી કામગીરી અંગે સબંધિત વિભાગના અધિકારી દ્રારા જાણકારી આપવામાં આવી હતી.

વિઝન-૨૦૪૭ પોરબંદર હેઠળ જિલ્લાના અધિકારીઓ દ્રારા કરાયેલ ડોક્યુમેન્ટેશનની કામગીરી કરવા બદલ કલેકટરશ્રીએ પ્રમાણપત્ર પાઠવી અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિનામા, સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન અધિક કલેકટરશ્રી એમ. કે. જોષીએ કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »