RTO કરતા સસ્તી કિંમતે HSRP નંબર પ્લેટ તૈયાર કરી આપતા શખસની પોલીસે કરી અટકાયત, નંબર પ્લેટ પરીક્ષણ અર્થે મોકલાઈ - At This Time

RTO કરતા સસ્તી કિંમતે HSRP નંબર પ્લેટ તૈયાર કરી આપતા શખસની પોલીસે કરી અટકાયત, નંબર પ્લેટ પરીક્ષણ અર્થે મોકલાઈ


રાજકોટ શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે નિરવ ધીરજલાલ વરુ નામનો શખસે આરટીઓ માન્ય હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન જેવી જ નંબર પ્લેટ વેચે છે. આરટીઓ જે નંબર પ્લેટના રૂ.2500 લ્યે છે તે નંબર પ્લેટ આ શખસ રૂ. 1000માં કરી આપે છે. આરટીઓમાં નંબર પ્લેટ માટે પ્રોસેસ કરવામાં સમય લાગે છે પણ આ શખસ જલ્દીથી નંબર પ્લેટ બનાવી આપે છે. પ્રાથમિક પૂછપરછમાં દોઢ વર્ષથી તે નંબર પ્લેટ વેચતો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ કબજે કરેલ નંબર પ્લેટ અસલી છે કે નકલી તે જાણવા આરટીઓમાં પરીક્ષણ માટે તમામ નંબર પ્લેટ મોકલી આપી છે જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.