પત્ની પૂર્વ પતિ પાસે સાથે રહેવાં લાગતાં 32 વર્ષીય યુવકનો આપઘાત
શહેરના ક્રિષ્ના કાંટાની બાજુમાં, અમુલ કારખાનાની ઓરડીમાં યુવકે ગળાફાંસો ખાઈ લેતા 108 એમબ્યુલન્સની ટીમે સ્થળે દોડી જઇ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકે પત્નીના વિરહમાં પગલું ભર્યું હોવાનું પોલીસને પ્રાથમિક તારણ મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ક્રિષ્ના કાંટાની બાજુમાં, અમુલ કારખાનાની ઓરડીમાં રહેતા અશોકભાઈ રામજીભાઈ પરમાર (ઉં.વ.32) નામના યુવકે પોતે ઓરડીમાં હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા 108 એમબ્યુલન્સની ટીમે સ્થળે દોડી જઇ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો.
બનાવને પગલે કુવાડવા રોડ પોલીસ મથકને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ મકવાણા સહિતના સ્ટાફે સ્થળે દોડી જઇ જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને આઠેક વર્ષ પૂર્વે ભરતનગરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હોય, જેમાં પરિણીતાએ પૂર્વ પતિને છોડી ત્રણેય સંતાનોને લઈ અશોક સાથે સંબંધ બાંધ્યો હોય, જેમાં બંનેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી.
બાદમાં પરિણીતાને તેના પૂર્વ પતિ સાથે થોડા સમય પૂર્વે જ સમાધાન થઈ ગયું હોય જેથી તેણીએ તેના પૂર્વ પતિ પાસે જઈ રહેવા લાગતા, પરિણીતાના વિરહમાં યુવકે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર અમુલ કારખાનામાં યુવકના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. યુવક છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.