રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ પર આવેલા ટોલ નાકા પર ટેક્સના ભાવમાં પાંચ રૂપિયા જેટલો વધારો - At This Time

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ પર આવેલા ટોલ નાકા પર ટેક્સના ભાવમાં પાંચ રૂપિયા જેટલો વધારો


પંચમહાલ

દેશમાં માર્ગ અને બ્રિજની પ્રણાલી અર્થતંત્રને મજબૂત બનાવવાના પરિબળો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા આ હાઈવે ને જોડાય છે.નવેમ્બર મહિનામાં ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો તે પછી હાલમાં પહેલી એપ્રિલ થી ટોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

પહેલી એપ્રિલથી દેશમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટોલનાકા પર ટેક્સના જે ભાવ છે. તેમાં વધારો કરવામાં આવ્યો છે.પંચમહાલ જિલ્લામાં પણ એક સ્ટેટ હાઇવે તેમજ એક રાજ્ય હાઇવે પસાર થાય છે. નાના ફોરવીલર વાહનો અને ટુ-વ્હીલર વાહનો પર ટેક્સ લાગતો નથી. પરંતુ મોટા કોમર્શિયલ વાહનો પર ટેક્સ લાગી રહ્યો છે. ત્યારે નવી જાહેરાત પ્રમાણે પાંચ રૂપિયા જેટલા ટેક્સ નો વધારો કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં અમદાવાદ- ઈન્દોર નેશનલ હાઇવે પસાર થાય છે. તેમજ હાલોલ શામળાજી સ્ટેટ હાઇવે પસાર થાય છે. મળતી માહિતી મુજબ લાઈટ મોટર વાહનો માટે તેમજ કોમર્શિયલ વાહનો માટે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. જોકે ટોલટેક્સના વધારાથી ટ્રાન્સપોર્ટરોમાં પણ અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ , વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image