વલભીપુર અને ઉમરાળા તાલુકા પત્રકાર એકતા પરીષદ દ્વારા સલીમભાઈને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
*વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*
*વલભીપુર અને ઉમરાળા તાલુકા પત્રકાર એકતા પરીષદ દ્વારા સલીમભાઈ ને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*
ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકાના પત્રકારો દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રેરણા સ્ત્રોત્ર સ્વ.સલીમભાઈ બાવાણી ની બીજી પૂર્ણતિથિ નિમિતે સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 252 તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અમારા પત્રકાર એકતા પરિષદના પ્રેરણા સ્તોત્ર અને વરિષ્ઠ પત્રકાર સલીમભાઈ બાવાણી એ વિદાઈ લીધાને બે વર્ષ પૂર્ણ થાય છે સંગઠનના પ્રેરણા સ્તોત્રને સાચી શ્રધ્ધાંજલિ આપવા ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાની કારોબારી સાથે પત્રકારોનું સંગઠન પૂર્ણ થયું છે પરંતુ સંગઠનના પ્રેરણા સ્તોત્ર સલીમભાઈ એ આપણી વચ્ચેથી વિદાઈ લીધી તેના માનમાં સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી એમના આત્માને શાંતિ મળે અને સાચી શ્રધ્ધાંજલિ આપવાના પ્રયાસ રૂપિ વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત વલભીપુર મામલતદાર,વલભીપુર પોલીસ સ્ટાફ,વલભીપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ,સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રેના હોદેદારો અને કાર્યકરો સાથે ઉમરાળા ગામ સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ,વલભીપુર હરિઓમ પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા લીલાબેન ઠાકરડા સહિતના જોડાયા વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા વલભીપુર અને ઉમરાળા તાલુકા પત્રકાર એકતા પરિષદના ધર્મેન્દ્રસિંહ સોલંકી,નિલેષ ઢીલા,જબારભાઈ કુરેશી,ભાર્ગવભાઈ મહેતા, નિખિલભાઈ દવે,ઈરફાનભાઈ સૈયદ,હેમંત ડાભી સહિતના પત્રકારોએ ભારે જેહમત ઉઠાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.