રાજકોટની જાનની બસને ધારી નજીક અકસ્માત: 25 જાનૈયા ઘાયલ વરરાજાની કારને ઓવરટેઈક કરવાનાં પ્રયાસમાં બસ ચાલકે કાબુ ગુમાવ્યો: ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડાયા

રાજકોટની જાનની બસને ધારી નજીક અકસ્માત: 25 જાનૈયા ઘાયલ વરરાજાની કારને ઓવરટેઈક કરવાનાં પ્રયાસમાં બસ ચાલકે કાબુ ગુમાવ્યો: ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડાયા


અમરેલી જીલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાની પ્રાથમીક વિગતો પ્રમાણે રાજકોટના પરીવારની જાન અમરેલી જીલ્લામાં જઈ રહી હતી, ત્યારે ધારી નજીકનાં આંબરડી પાસે બસ પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત નડયો હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા.

આ દુર્ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારોનાં લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને બસમાંથી ઈજાગ્રસ્ત જાનૈયાઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પીટલે ખસેડવાની પ્રક્રિયા કરી હતી. સરકારી તંત્ર પણ એમ્બ્યુલન્સનાં કાફલા સાથે ઘસી ગયો હતો. ઈજાગ્રસ્તોને આંબરડી,ધારી તથા આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્રો પર ખસેડવામાં આવ્યા હતા.

મોડેથી મળતા અહેવાલ પ્રમાણે રાજકોટથી સોલંકી પરિવારમાં લગ્ન હતા અને જાન આંબરડી જઈ રહી હતી. જાનમાં કુલ ત્રણ બસો હતો તે પૈકી એક બસ ઓવરટેઈક કરવાનાં પ્રયાસમાં પલટી ખાઈ ગઈ હતી. કેટલાંક જાનૈયાઓને ગંભીર ઈજા થતાં ધારી ઉપરાંત અમરેલી રીફર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકીય અને સેવાભાવી આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
રિપોર્ટ - અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »