વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુંના નેજા હેઠળ ] ” અગ્નિપથ યોજના પરત ખેંચવાની માંગ સાથે ડભોઇ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરણા ઉપર ”
રિપોર્ટ - નિમેષ સોની,ડભોઈ
હાલમાં સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ડભોઇ ટાવર ચોક ખાતે વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નનેતા વડોદરા શહેરના કોંગી આગેવાન ચંદ્રકાંત શ્રીવાસ્તવના નીજા હેઠળ ધરણા ઉપર બેઠા હતા .સૌપ્રથમ ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા અને ત્યારબાદ ડભોઇ કોંગ્રેસ શહેર પ્રમુખ સતીષ રાવલ (વકીલ), તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી નરસિંહમા રેડ્ડી, સુધીરભાઈ બારોટ તેમજ અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ધરણા ઉપર બેઠા હતા.
આજે ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો ઉપર કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલમાં કેન્દ્ર અને રાજય સરકારના અલગ અલગ વિભાગોમાં ૬૨ લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે. જે પૈકી ૨.૫૫ લાખ જગ્યા ભારતીય સેનામાં જ ખાલી પડી છે. તે તાત્કાલીક અસરથી ભરવા માટે તથા અગ્નિપથ યોજના પરત ખેંચવા તથા અગ્નિવીરો ઉપર કરવામાં આવેલા કેસો પરત ખેંચવાથી માંગણી કરવામાં આવી છે. જેના વિરોધમાં કોંગ્રેસ આજે ધરણા ઉપર બેઠી છે. હાલમાં દેશમાં બેરોજગારી પુષ્કળ પ્રમાણમાં વધી છે ત્યારે નવ યુવાનોને રોજગારી પણ મળતી નથી. ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું)એ જણાવ્યું હતું કે, હાલની પ્રવર્તમાન સરકાર દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપશે અને સાત વર્ષમાં ૧૦ લાખ યુવાનોને નોકરીના મોટા મોટા વાયદા કર્યા છે. પરંતુ હાલમાં દેશમાં બેરોજગારીનો પારો વધતો ગયો છે માટે સરકાર મોટા મોટા બણગા મારવાનું બંધ કરે અને યુવાનોને છેતરવાનું બંધ કરી અગ્નિપથ યોજના તાત્કાલિક ધોરણે પરત ખેંચે તેવી માંગ કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે " વાદા કુછ કરને કા, ઓર નિભાનેકા નહી " એમની આદત છે. મારીને રડવા ન દે એવી આ સરકાર સામે લોકો વિશ્વાસ રાખીને બેઠા છે અને જ્યારે દેશ પ્રેમની દાઝ હોય ત્યારે ચાર વર્ષની નોકરી ન હોય કાયમી નોકરી હોય આ ભરતી માત્ર તેમના કાર્યકર્તાઓની ભરતી કરવા માટે લાવ્યા છે અને અગ્નિપથની મોટી મોટી વાતો કરતી સરકાર નવયુવાનોને બેવકૂફ બનાવી રહી છે. તેવું જણાવ્યું હતું, પરંતુ મહત્વની વાત તો એ છે કે અચાનક જ ડભોઇ - દભૉવતી નગરીમાં વડોદરાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની એન્ટ્રી એ રાજકારણમાં ગરમાવો લાવી છે. નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ ઓચિંતી ડભોઇની મુલાકાતએ ચર્ચાઓને વેગ આપ્યો છે કે, ચંદ્રકાંત શ્રીવાસ્તવ ડભોઇ - દર્ભાવતિના વિધાનસભાના ભાવિ ઉમેદવાર હોઈ શકે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.