નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત* *વેરાવળ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ કાર્યક્રમ યોજાયો* - At This Time

નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત* *વેરાવળ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ કાર્યક્રમ યોજાયો*


*નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત*
*વેરાવળ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ કાર્યક્રમ યોજાયો*
----------------
*આરોગ્યક્ષેત્રે સરકારે અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા*
----------------
*સરકારી હોસ્પિટલ ખાતે કેમ્પ યોજી આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના આરોગ્યની તપાસણી કરાઇ*
        *ગીર-સોમનાથ તા. -૦૭,* આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અન્વયે વેરાવળ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજી મહિલાઓ અને બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.
        આ તકે કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને આરોગ્યક્ષેત્રે તમામ સુદ્રઢ સવલતો મળી રહે તેવી ગુજરાત સરકારે વ્યવસ્થા ગોઠવી છે. આરોગ્ય સહિત અનેક મહિલા કલ્યાણકારી યોજનાઓ થકી આનની મહિલા સ્વાવલંબી બની છે. આરોગ્યક્ષેત્રે પણ સરકારે અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
        મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયાએ પ્રાસંગીક ઉદબોધન કરી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક યોજના અમલી બનાવી છે. તેનો મહત્તમ લાભ લેવો જોઇએ. તેમજ તેઓશ્રીએ ઉપસ્થિત બહેનોને સુપોષણ અને આરોગ્ય વિષયક વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શીત કર્યા હતા. ઉપરાંત મહિલા અભ્યમ અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા પણ મહિલાલક્ષી જાણકારી આપવામાં આવી હતી.
        આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી બચુભાઇ વાજા, ડો.જાલા, ડો.ગોસ્વામી, ડો.ચૈાધરી સહિત આરોગ્યખાતાનો સ્ટાફગણ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના શ્રી મેહુલભાઇએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon