નેશન્સ કપ ફૂટબોલ : ક્રોએશિયાનો વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ સામે ૧-૦થી વિજય

નેશન્સ કપ ફૂટબોલ : ક્રોએશિયાનો વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ સામે ૧-૦થી વિજય


પેરિસ, તા.૧૪ક્રોએશિયાએ
ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેતા વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ સામેની
નેશન્સ ફૂટબોલ લીગની મેચ ૧-૦થી જીતી લીધી હતી. જ્યારે તેમના ગૂ્રપમાં સામેલ
ડેનમાર્કની ટીમે ૨-૦થી ઓસ્ટ્રીયા સામે જીત હાંસલ કરી હતી. ડેનમાર્કના નવ પોઈન્ટ છે
અને તેઓ બીજા સ્થાને રહેલા ક્રોએશિયા કરતાં બે પોઈન્ટ આગળ છે. ઓસ્ટ્રેલિયા ચાર
પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ફ્રાન્સ ચારમાંથી એક પણ મેચ જીતી શક્યું નથી અને
માત્ર બે પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.પેરિસમાં
રમાયેલી મેચમાં ક્રોએશિયા તરફથી એકમાત્ર ગોલ લુકા મોડ્રિચે નોંધાવ્યો હતો. સ્ટે ડિ
ફ્રાન્સમાં રમાયેલી મેચમાં પાંચમી મિનિટે ક્રોએશિયાને પેનલ્ટી મળી હતી. જેના
મોડ્રિચે ગોલમાં ફેરવી હતી. હજુ બે સપ્તાહ અગાઉ જ મોડ્રિચ આ જ મેદાનમાં રિયલ
મેડ્રિડ ટીમ તરફથી રમતાં ચેમ્પિયન્સ લીગ ચેમ્પિયન બન્યો હતો.

કોપરહેગનમાં
રમાયેલી મેચમાં ડેનમાર્કે ફર્સ્ટ હાલમાં નોંધાવેલા જોનાસ ઓલ્ડેર વિન્ડ અને
એન્ડ્રેસ સ્કોવ ઓલ્સેનના ગોલની મદદથી ઓસ્ટ્રીયા સામે જીત હાંસલ કરી હતી. ગૂ્રપ
બીમાં ઈઝરાઈલે બે વખત વળતો પ્રહાર કરતાં આઇસલેન્ડ સામેની મેચ ૨-૨થી ડ્રો કરી હતી.
કઝાખસ્તાને ૨-૧થી સ્લોવેકિયા સામે જીત હાંસલ કરી હતી. જ્યારે અઝરબૈજાને ૨-૦થી
બેલારુસને હરાવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »