આજે વિશ્વ ચકલી દિવસ આપણે પણ વિચારવું જોઈએ - At This Time

આજે વિશ્વ ચકલી દિવસ આપણે પણ વિચારવું જોઈએ


*આજે ચકલી દિવસ*
_*માનવ જીવનમાં મીઠાસ પૂરતુ પંખી એટલે ચકલી*_
_એવું નાં બની શકે.? કે આપણે ચકલી દિવસ કરતાં ચકલીને જ વધારે મહત્વ આપીએ...!?_
_શહેરની તો વાત જ જવા દો પણ ગામડાઓમાં ઘણા લોકો એવા હોય છે..._ _જે પોતાના ઘરના આંગણામાં ચકલી એ બનાવેલો માળો પણ નથી રહેવા દેતા. કેમ આવું?_
_જ્યારે કોઈ આપણું મકાન તોડી નાખે અને આપણો પરિવાર રઝળી જાય ત્યારે આપણને કેવું દુ:ખ થાય.! તો એવું જ દુ:ખ પક્ષીઓને પણ થાય.._

_જરા વિચારો..._
_જ્યારે આપણે એક મકાન લેવું હોય ત્યારે આપણે કેટલું બધું વિચારતાં હોઈએ છીએ._
_મકાન કેવું છે.? સોસાયટી કેવી હશે.? આસપાસ માણસો કેવા હશે.? વિશ્વાસુ અને સારા તો હશે ને? અને ન જાણે આપણે બીજું કેટલુંય વિચારતા હોઈશું..._
_તો એવી જ રીતે પશુ પંખીઓ પણ વિચારતા હોય છે._
_જરા વિચારો..._ _એણે કેટલો બધો ભરોસો કર્યા પછી તમારા ઘરમાં એક નાનકડો માળો બનાવવા નકકી કર્યુ હશે.._ _ક્યારેક ભગવાન પણ જાણી જોઈને આપણી કસોટી કરતાં હોય છે._ _જો આપણે એક નાના એવા પક્ષીના ભરોસા પર ખરાં ન ઉતરતા હોઈએ તો પછી માણસના ભરોસા પર ખરાં ઊતરવાનો સવાલ જ ઉભો નથી થતો._

_એને ક્યાં ઇંટ ચૂના-સિમેન્ટના મકાનની જરુર છે, થોડુંક ઘાસ અને ચાર પાંચ તણખલાં એને બસ થઈ જાય.. આપણે સમજદાર માણસો પ્રકૃતિથી સાવ વિમુખ અને અતડા બની ગયા છીએ..._ _એને ફરીવાર સમજવાનો પ્રયાસ કરીએ..._
_આપણે આ ધરતી પર માલીક મટીને મહેમાન બનીએ.. પ્રકૃતિને પ્રેમ કરીએ. પક્ષીઓનું જતન કરીએ.. અને હા.! એ કાંઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે._
_આ ધરતી પર માનવી કરતા પશુ પક્ષીઓનો વધારે અધિકાર છે આપણે એમના સેવક છીએ._
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.