બાલાસિનોર લાયન્સક્લબ દ્વારા નેત્રચિકિત્સા અને વિના મૂલ્યે ચશ્માં વિતરણનો કેમ્પ યોજાયો
તા.01-02-2023ને બુધવારે લાયન્સ ક્લબ -બાલાસિનોર મારફતે નીચે મુજબની સેવા પ્રવુતિઓ કરવામાં આવી હતી.
(1)બ્લડ ડોનેશન કેમ્પ -રેડ ક્રોસ સોસાયટી -લુણાવાડાના સહકારથી અને પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વર વિદ્યાલયના સૌજન્યથી લાયન્સ ક્લબ, રેડ ક્રોસ, જે. સી. આઈ, લિઓ ક્લબના સંયુક્ત ઉપકરમેં બ્લડ ડોનેશન કેમ્પ આયોજન બ્રાહ્મકુમારી હોલ -બાલાસિનોર સ્થળે રાખવામાં આવ્યો હતો જેમાં -65-બોટ્ટલ રક્ત એકત્રિત થયું હતું.
(2)લા. વસંતભાઈ ઉપાધ્યાય, લા. રુચિર ભાઈ ઉપાધ્યાય તથા લા. પી. કે. શર્માના સૌજન્યથી તેઓના વતન નમનાર ગામમાં લા. વસંતભાઈના નિવાસ સ્થાને નેત્ર ચિકિત્સા, ચશ્માં વિતરણનો કેમ્પ અંધજન મંડળ -નડિયાદના સહકારથી રાખવામાં આવ્યો જેમાં -336-દર્દીઓને તપાસી -280-દર્દીઓને વિના મૂલ્ય ચશ્માં આપવામાં આવ્યા હતા.
(3)ઉપરોક્ત કેમ્પની સાથે સાથે સર્વ રોગ નિદાન /સારવાર કેમ્પ પણ આર્યુવેદીક /હોમીઓપોથીક રાખવામાં આવ્યો હતો જેમાં ર્ડો.રણજીસિંહ નિનામા તથા તેમની ટીમ આર્યુવેદીક તપાસ -156-દર્દીઓની કરીને વિના મૂલ્ય દવાઓ આપવામાં આવી હતી. જયારે ર્ડો. ભક્તિબેન શેઠ હોમીઓપોથીક મારફતે પણ -126-દર્દીઓની તપાસ કરીને વિના મૂલ્ય દવાઓ આપવામાં આવી હતી.
ઉપરોક્ત કૅમ્પમાં પ્રજાપતિ બ્રાહ્મકુમારીનો સ્ટાફ, લિઓના પ્રમુખ, જે. સી. આઈના પ્રમુખ, રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ/સેક્રેટરી,કે. એમ. જી. હોસ્પિટલના ટ્રસ્ટી તથા લાયન્સ ક્લબ તરફથી લા. પ્રમુખ ગીરીશભાઈ ચૌહાણ, લા. પી. કે. શર્મા, લા. વસંતભાઈ ઉપાધ્યાય, લા. પ્રવીણભાઈ સેવક, લા. શીવાભાઈ પ્રજાપતિ, લા. યુસુફભાઇ ચોક્સી, લા. રુચિર ઉપાધ્યાય, લા. રમાબેન રાઠોડ તથા લા. પુષ્પાબેન હાજર રહ્યા હતા અને કેમ્પ સફળ બનાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.