ચૂંટણી બાદ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષા, એક દિવસમાં બે પેપર લેવાશે - At This Time

ચૂંટણી બાદ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષા, એક દિવસમાં બે પેપર લેવાશે


બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 કોર્સની પરીક્ષા લેવાશે

વિધાનસભાની ચૂંટણીના 8મી ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ તુરંત જ 13મીથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની છે. બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 જેટલા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે જેમાં સવારે 9.30થી 12 કલાક દરમિયાન પહેલા સેશનની પરીક્ષા અને બપોરે 2.30થી 5 કલાક દરમિયાન બીજા સેશનની પરીક્ષા લેવાશે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષા પાછળ ઠેલાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon