ભાવનગરની આ બેઠક પર જ્ઞાતિ આધારિત બદલાઈ શકે છે સમીકરણો  - At This Time

ભાવનગરની આ બેઠક પર જ્ઞાતિ આધારિત બદલાઈ શકે છે સમીકરણો 


ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાશન છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી છે ત્યારે આ વર્ષે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ દરેક સીટ પર મેદાને છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આગમન થતા દરેક સીટ પર સમીકરણો બદલાય છે. ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ પણ પરિણામ નક્કી કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં ક્યારે શું થાય તે કહેવું મુશ્કેલ છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લાની પાલીતાણાની બેઠક ખુબ જ અલગ છે તેમજ એક વિશેષ મહત્વ ધરાવે છે. 

ભાવનગર જિલ્લાનું પાલીતાણાનું ધાર્મિક મહત્વ વધુ છે. પાલીતાણાના શંત્રુજય પર્વત પરના પ્રાચીન અને પવિત્ર દેરાસરો તેમજ ધર્મશાળાઓ ગુજરાતમાં પ્રખ્યાત છે. ગુજરાત વિધાનસભાની બેઠક નંબર 102 ધરાવતું પાલીતાણા સામાન્ય કેટેગરીની બેઠક છે. આ બેઠકમાં કુલ 2,76,896 મતદારો નોંધાયેલા છે. ગુજરાત વિધાનસભાની આ એવી બેઠક છે જ્યાં મતદારોનો શું મિજાજ છે તેની ક્યારેય કોઈ ભાળ મળતી નથી. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ, અપક્ષ તેમજ જનતાદળના ઉમેદવારો જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 5 વખત જીત્યા છે. આ બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટીના ભીખાભાઇ બારેય છે. જે 14,189 માટેની લીડથી જીત્યા હતા.

આ બેઠક પર કોણ ક્યારે જીત્યું હતું 

વર્ષ          ઉમેદવાર               પક્ષ        લીડ

2017    ભીખાભાઇ              ભાજપ       14,189

2012    પ્રવીણ રાઠોડ           કોંગ્રેસ       14,325

2007    મહેન્દ્રસિંહ સરવૈયા    ભાજપ      19,394

2002    મનસુખ માંડવિયા     ભાજપ      2,416

1998    કુંવરજીભાઇ ગોટી     ભાજપ 13,255


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.