બરવાળા ગામે ઇન્ડિયન આર્મી જવાન વિરેન્દ્રભાઈ ધાધલનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યો
બોટાદ જિલ્લાના બરવાળા ગામના યુવા અને કાઠી સમાજના ગૌરવ સમાન વિરેન્દ્રભાઈ જોરુભાઈ ધાધલે ઇન્ડિયન આર્મી ની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરી માતૃભૂમિ પર સેવા આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા તેમના ગામ બરવાળામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વિરેન્દ્રભાઈએ દેશસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું અને આર્મીમાં જોડાઈને કઠિન શારિરીક અને માનસિક તાલીમ પૂર્ણ કરી છે. તેઓના વતન પરત ફરતા ગામમાં ગૌરવનો માહોલ સર્જાયો હતો. ધાધલ પરિવાર તેમજ કાઠી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું.
વિન્દ્રભાઈના આગમન દરમિયાન ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ગામલોકોએ ફૂલોથી સાજેલી ટુકડો જીપ ઉપર તેમને બેસાડીને ગામના મુખ્ય માર્ગોમાં પર શોભાયાત્રા નીકળી,હતી અને ગ્રામજનો દ્વારા ફૂલવર્ષા કરી અને "ભારત માતા કી જય" ના જયઘોષ સાથે તેમની દેશસેવા માટે પ્રશંસા વ્યક્ત કરી.
આ કાર્યક્રમમાં કાઠી સમાજના આગેવાનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિન્દ્રભાઈના માતા તેમજ મામા ને પણ મંચ પર આદરપૂર્વક આમંત્રિત કરીને તેમની પ્રેરણાદાયી ભૂમિકા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું કે, વિન્દ્રભાઈ જેવા યુવાનો દેશના સત્ય જીવન મૂલ્યોનો પ્રતિનિધિત્વ કરે છે.
વિન્દ્રભાઈના આર્મીમાં જોડાવાના પગલા પર ગામના યુવાનો માટે ઉલ્લેખનીય પ્રેરણા પ્રસરાવવામાં આવી. સમાજના વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું કે, "વિન્દ્રભાઈ જેવા યુવાનોના કઠિન પરિશ્રમ અને દેશપ્રેમને કારણે દેશનું ભવિષ્ય સુરક્ષિત છે આ પ્રસંગે ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામના લોકો જોડાયા હતા વિન્દ્રભાઈના જીવનના આ મહત્વપૂર્ણ દિનને ઉજવવા માટે ગામલોકોએ ભવ્ય સમારોહ યોજીને તેમની પ્રજાસેવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા વિન્દ્રભાઈ ધાધલ આજે માત્ર બરવાળા ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર બોટાદ જિલ્લો અને કાઠી સમાજ માટે ગૌરવ સમાન છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.