સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીઓના ગુન્હામાં છેલ્લા તેર વર્ષથી રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ.જી.રાઠોડ એલ.સી.બી.તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.પી.રાણા એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ,વિક્રમસિંહ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કાળાજીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં..
તે દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈનાઓને બાતમી હકિકત મળેલ કે (૧) હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.ર.નં.૪૩/૨૦૧૦ ઇ.પી.કો કલમ. ૩૭૯ મુજબ તથા (૨) હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.૨.નં.૭૭/૨૦૧૦ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબના ગુન્હાઓમાં સંડોવાયેલ અને છેલ્લા તેર વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી ચીકુ ઉર્ફે સીકન્દર ચંપાલાલ મીણા રહે.ખરબલ તા.વૃષભદેવ રાજસ્થાનનાનો હાલ ભીનમાલ તાલુકાના ઘુમડીયા ગામે રહે છે.જે ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત અન્વયે સરકારી વાહનમાં ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ઘુમડીયા તા.ભીનમાલ રાજસ્થાન ખાતે જઇ ખાત્રી તપાસ કરતા સદરી આરોપી હાજર મળી આવતાં સદરીને હિંમતનગર એલ.સી.બી.કચેરી ખાતે લાવી પુછપરછ કરતા પોતે ચીકુકુમાર ઉર્ફે સીકન્દર સન ઓફ ચંપાલાલ મીણા ઉ.વ.૩૪ રહે.ખરબલ તા.વૃષભદેવ જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું અને ઉપરોક્ત મુજબના ગુન્હાઓમાં નાસતો ફરતો હોવાનું જણાઈ આવેલ..
જેથી સદરી નાસતા ફરતા આરોપી ચીકુકુમાર ઉર્ફે સીકન્દર સન ઓફ ચંપાલાલ મીણા ઉ.વ.૩૪ રહે.ખરબલ તા.વૃષભદેવ જી.ઉદેપુર રાજસ્થાનવાળાને (૧) હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.ર.નં.૪૩/૨૦૧૦ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબ તથા (૨) હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.૨.નં.૭૭/૨૦૧૦ ઈ.પી.કો કલમ. ૩૭૯ મુજબના ગુન્હાઓના કામે સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઈ મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારુ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.આમ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ચોરીઓના ગુન્હામાં છેલ્લા તેર વર્ષથી રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.