સાબરકાંઠા જિલ્‍લામાં બોર્ડની પરીક્ષા માટે વહિવટીતંત્ર સજ્જ - At This Time

સાબરકાંઠા જિલ્‍લામાં બોર્ડની પરીક્ષા માટે વહિવટીતંત્ર સજ્જ


*સાબરકાંઠા જિલ્‍લામાં બોર્ડની પરીક્ષા માટે વહિવટીતંત્ર સજ્જ*
********
_*૧૪ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ*_
*********
*ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૦૨૧ અને વિજ્ઞાન પ્રવાહ માં ૩૪૧૩ વિઘાર્થીઓ પરીક્ષા*

*ધોરણ ૧૦માં ૩૬ કેન્દ્રો પરથી ૨૬૩૦૯ વિઘાર્થીઓ પરીક્ષા આપશે*
***********
સાબરકાંઠા જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ . તા. ૧૪ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૨૩ દરમિયાન યોજાશે.

રાજયમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિઘાર્થીઓ તન તોડ મહેનત કરી રહ્યાં છે. બીજી બાજુ વિઘાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્‍લાના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેને અનુલક્ષીને કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ વર્ષે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સી ના ૩૬ કેન્દ્રો પરથી ૨૬૩૦૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૦૪ કેંદ્રો પર ૧૮ બિલ્ડીંગના ૧૯૧ બ્લોક પરથી ૩૪૧૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૧૫૦૨૧ વિઘાર્થીઓ ૨૦કેંદ્રો પર ૪૭ બિલ્ડીંગના ૫૦૮ બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ,એસ,સીના હિંમતગનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે.
આમ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૦૨૧ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૩૪૧૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૦ના કુલ ૨૬૩૦૯ વિઘાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં તા. ૧૪મી માર્ચથી ૨૯ માર્ચ ૨૦૨૩ સુધી બોર્ડની પરીક્ષાઓ આપશે.

પરિક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ કુમાર વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોધરી સહિત વીજકંપની, એસ. ટી વિભાગ, શાળા મંડળના સંચાલકો સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
*********

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.