(રીફંડ) કરાવવામાં સફળતા મેળવતી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ટીમ સાબરકાંઠા – હિંમતનગર - At This Time

(રીફંડ) કરાવવામાં સફળતા મેળવતી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ટીમ સાબરકાંઠા – હિંમતનગર


અરજદારના એચ.ડી.એફ.સી બેંકના ક્રેડીટકાર્ડ રીવોર્ડ બાબતે અરજદાર પાસેથી ક્રેડીટકાર્ડ નંબર તથા ઓ.ટી.પી નંબર મેળવી તેઓના ક્રેડીટકાર્ડ માંથી રૂ.૪૯,૭૮૯ નુ ફ્રોડ થયેલ જે અરજદારશ્રી ને તેઓના ગયેલ પૂરેપૂરા નાણાં (રૂ.૪૯,૭૮૯/-) પરત (રીફંડ) કરાવવામાં સફળતા મેળવતી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ટીમ સાબરકાંઠા – હિંમતનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબનાઓએ જીલ્લામાં સાયબર ક્રાઈમ - ઓનલાઈન ચીટીંગના / ડેબીટ કાર્ડ / ક્રેડીક કાર્ડ / યુ.પી.આઇ ના બનાવો બનતા હોય આવા કેસોમાં ભોગ બનનારને તાત્કાલિક મદદ મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી સ્ટોપ પેમેન્ટ કરાવી અરજદાર / ભોગ બનનારને નાણાં પરત (રીફંડ) અપાવવા માટે સાયબર ક્રાઇમ પો.સ્ટે. નાઓને સુચના કરેલ હોઇ જે મુજબ ના.પો.અધિ.શ્રી એ.કે.પટેલ સાહેબ હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. શ્રી સી.જી.રાઠોડનાઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમને સૂચના કરેલ જે આધારે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર અરજદારશ્રી આરાધનાબેન પટેલ રહે. કાંકણોલ તા. હિંમતનગર જી.સાબરકાંઠા નાઓને તા.૨૦/૦૫/૨૦૨૪ ના રોજ એચ.ડી.એફ.સી બેન્કના ક્રેડીટકાર્ડ માંથી બોલુ છુ તેમ કહી અરજદારશ્રીને એચ.ડી.એફ.સી બેન્કના ક્રેડીટકાર્ડ રીવોર્ડ મેળવવા સારુ ક્રેડીટકાર્ડ નંબર તથા ઓ.ટી.પી નંબર મેળવી ક્રેડીટકાર્ડ ફ્રોડ થયેલ જેથી અરજદારશ્રીએ તુર્તજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગરનો સંપર્ક કરતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા તેમની સાથે થયેલ ફ્રોડ બાબતે અરજી લેવાયેલ તથા સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરવા સમજ કરવામાં આવેલ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર ધ્વારા હાઉસિંગના નોડલ સાથે સંપર્ક કરી તેમજ ઇ-મેઇલ કરી અરજદારશ્રીના સાથેના ફ્રોડમાં ગયેલ રકમમાંથી પૂરેપૂરા કુલ રૂ. ૪૯,૭૮૯/- અરજદારશ્રીના બેંક ખાતામાં પરત (રીફંડ) જમા કરાવવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.