હરિધવા રોડ પર જાહેરમાં આહીર યુવાન પર હુમલો:કારમાં તોડફોડ - At This Time

હરિધવા રોડ પર જાહેરમાં આહીર યુવાન પર હુમલો:કારમાં તોડફોડ


કોઠારીયા ચોકડી પાસે ગ્રીનપાર્કમાં રહેતા વેરસલભાઇ જેસિંગભાઇ બકુત્રા(આહીર)(ઉ.વ.36)ની ફરિયાદ પરથી કલરની જીજે.03.કેએચ.6929 નંબરની બોલેરોના ચાલક અને સ્વીફ્ટકારમાં આવેલી બે અજાણી વ્યક્તિ સામે મારામારી કરી ધમકી આપી તોડફોડ કરી હોવાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેરસલભાઈની ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પરીવાર સાથે રહુ છુ અને રાજકોટ જીલ્લાના બાડપર ગામમાં ખેતી કામ કરી મારૂ ગુજરાન ચલાવું છું.હુ તથા પત્ની પુર્વીસાબેન તથા બે દીકરા શુભમ તથા યસ તેમજ ઉપરના માળે મારો નાનોભાઇ મેહુલભાઇ બકુત્રા તેના પરીવાર સાથે રહે છે.મારી પાસે વોકસવેગન કંપનીની સફેદ કલરનીનો વપરાશ કરુ છુ.મેહુલના નામે કાળીપાટમા જમીન આવેલ હોય તેમા વનરાજ ઉર્ફે વલકુ ગણદીયાએ કોર્ટમા અરજી કરી છે.તેમજ વનરાજ ઉર્ફે વલકુ ગણદીયા સાથે પરેશ ડાભી ભાગીદારીમાં કામ કરે છે અને આ કાળીપાટની જમીન માટે મેહુલ સાથે રોકાણ કરેલ હોય જે જમીન ખાતે કરવા આ બન્ને અવાર નવાર કહેતા હતા.
સાંજના ઘરેથી મારી કાર લઈ મારા સંબંધી જયેશભાઇ મેરામભાઇ મીયાત્રા ચાલાવી હું તેમા સાથે હતો.અમે બન્ને હરીઘવા રોડ પટેલ ચોક તરફથી નંદા હોલ તરફ જતા હતા તેવામાં પટેલ ચોકમા પહોચેલ ત્યારે મારી કારની પાછળથી સફેદ કલરની બોલેરો કાર જી.જે.03 કે, એચ.6929 અમારી કાર સાથે ડાબી બાજુ આગળના ભાગ સાથે અથડાવેલ બાદ અમે અમારી કાર ઉભી રાખેલ તેવામા આ બોલેરોમાંથી અજાણીયો એક વ્યકતી ધોકા સાથે નીચે ઉતરેલ અને અમારી કારની પાછળ એક સ્વીફટ કાર બ્લુ કલર વાળીમાંથી બે વ્યકતી ઉતરેલ અને તેઓ પાસે પણ ધોકા હતા.
આ સ્વીફટ કાર વાળાએ અમને ગાળો આપી મને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો આથી હું તથા મારી કારના ચાલક જયેશભાઇ બન્ને ગભરાઇ ગયા હતા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા તેવામા આ બોલેરોમાથી ઉતરેલ ભાઇએ મને ઉભા રહેવાનુ કહી અને તમને આજે તમને પતાવી જ દેવા છે. તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી અને અમો ત્યાથી ભાગી ગયા હતા.બાદ અમોએ દુર જઇ 100 નંબર ઉપરથી પોલીસ બોલાવી અમારી આ કાર પડેલ હોય ત્યા જતા આ લોકોએ અમારી કારમા પાછળની બાજુના કાચમાં તથા ડાબી બાજુ ના કાચમાં ધોકા મારી ફોડી નુકશાન કર્યું હતું તથા કારમાં ધોકા મારી નુકશાની કરી જતા રહેલ હોય અને આ શખ્સો વનરાજ ઉર્ફે વલકુ ગણદીયા તથા પરેશ ડાભીએ મોકલેલ હોય તેવી મને શંકા છે.જે મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.