બોટાદની JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ખાતે સિંહ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
શ્રી શાંતિમંગલમ ટ્રસ્ટ સંચાલિત શ્રી JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ - બોટાદ ખાતે " 10 ઓગસ્ટ" નિમિત્તે શાળામાં સિંહ દિવસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. સમગ્ર વિશ્વમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે કામ કરવાનો છે. સિંહોની દુર્દશા અને તેમના સંરક્ષણના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓને સિંહના મોહરા પહેરાવીને સિંહ બચાવોના નારા સાથે સિંહનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કેમ્પસ ડાયરેક્ટર હિતેશભાઈ લીંબડીયા, સંચાલક અને આચાર્ય શ્રી મનુભાઈ જાદવ તેમજ સમગ્ર શૈક્ષિણક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.