લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાએ ભરોડો માર્યો હોય તેવી હાલત જોવા મળી. - At This Time

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાએ ભરોડો માર્યો હોય તેવી હાલત જોવા મળી.


લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાએ ભરોડો માર્યો હોય તેવી હાલત જોવા મળી.

ત્યારે ભાદરવો ભરપૂર કહેવત છે તે કહેવત સાચી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભાદરવા માસમાં અમુક પ્રકારનુ ભોજન ના આરોગવું જોઈએ તેમજ પાણી પણ સ્વચ્છ પીવું જોઈએ જેથી આરોગ્ય જળવાઈ રહે ત્યારે આ બધું તો લોકો કરી રહ્યા છે પણ તંત્ર દ્વારા મચ્છર માખી જેવા જીવજંતુ માટે દવાનો છંટકાવ કે ફોગીંગ કરવું જોઈએ તે લીંબડી શહેરમાં કરાયુ નથી ત્યારે હાલ લીંબડી શહેરમાં આવેલ પ્રાઈવેટ સહિત સરકારી હોસ્પિટલ દર્દીઓને ભીડ જોવા મળી હતી જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ડેન્ગ્યુ, તાવ, ઝાડા, ઉલ્ટી, શરદી, ઉધરસ, અને કમળાના કેસ જોવા મળ્યા હતા ત્યારે તંત્ર દ્વારા રોગચાળાને ડામવા કામગીરી હાથ ધરવી જોઈએ જે હોલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરનાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિત વર્ગ ચારનાં કર્મચારીઓ ખડેપગે રહીને કામગીરી કરતા પણ નજરે પડી રહ્યાં છે તો શું પાલીકાને શું વાંધો પડે છે કે શહેરમાં આવેલ વિસ્તારમાં ફોગીગ કે દવાનો છંટકાવ નથી કરતી હાલ આ સવાલો વાયુવેગે ઉડી રહ્યા છે.

રીપોર્ટર : ભાવેશ ભલગામડીયા
મો : 9904323344


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image