આરોહણ પ્રોજેક્ટ-III અંતર્ગત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-જસદણ દ્વારા પરંપરાગત શાકભાજી બીજ વિતરણ કાર્યક્રમ
અપ્રવા એનર્જીના આર્થીક સહયોગ દ્વારા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર- જસદણ અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ હેઠળના 10 ગામોના સ્વ સહાય જૂથો સાથે જોડાયેલ 550 બહેનોને આ ચોમાસું સીઝન દરમ્યાન પરંપરાગત શાકભાજીમાં ટામેટા, રીંગણ, ભીંડો, ગુવાર, ગલકા, વાલ, ચોળા, મેથી, પાલક અને ધાણા એમ કુલ 11 પ્રકારના દેશી બીજનું વિતરણ કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાલના સમયમાં બજારમાં મળતા હાયબ્રીડ અને જીનેટિક મોડિફાઇડ વેરાયટીઓના શાકભાજી જે માત્ર દેખાવે જ સારા હોઈ અને આપણા આરોગ્યને ભયંકર નુકશાન પહોંચે છે. જેના પરિણામો વિશે આપણે બધા વાકેફ જ છીએ. બહેનો પોતાના ઘર ના આંગણા માં વડોલીયું બનાવી આ પરંપરાગત બીજ વાવે અને કોઈ પણ કેમિકલ વગરનું શુદ્ધ શાકભાજી તેમના પરિવારને મળે, અને જરૂરી તમામ પોષક તત્વો આ શાકભાજી દ્વારા મળી રહે. બીજો હેતુ શાકભાજીનો ખર્ચ બચે જેથી એટલા જ નાણાંની બહેનો બચત કરે જેનો યોગ્ય અને જરૂરિયાત ના સમયે ઉપયોગ કરી શકાય, મોટાભાગે પોતાના પરિવાર માટે યોગ્ય પોષણ આપવાની જવાબદારી દરેક ઘરની મહિલાઓ પાસે જ હોય તેથી આ પરંપરાગત બીજ બહેનોને આપી એક પગલું આપણા આરોગ્ય માટે ભર્યું છે. આગામી દિવસોમાં બહેનો તેમાંથી બીજ પકાવી અને બીજ બેન્ક નો સંગ્રહ કરશે અને અન્ય બહેનો સુધી આ પરંપરા પહોંચાડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.