ભરૂચ – દહેજની UPL 12 કંપની પર સ્થાનિક લોકોનો જમાવડો જોવા મળ્યો
દહેજની UPL 12 કંપની પર સ્થાનિક લોકોનો જમાવડો જોવા મળ્યો
સ્થાનિક લોકો પાસે GIDC દ્વારા સસ્તા ભાવે જમીન લેવામાં આવી હતી અને ખેડૂતોને એક આશા હતી કે અમારી જમીન પર કોઈક એવી સારી કંપની આવે અને અમારા બાળકોનું જીવન સુધરે સ્થાનિક લોકોને ધંધા રોજગારી મળી રહે આ હેતુથી ખેડૂતોએ GIDC ને જમીન આપવામાં આવી હતી
પણ હાલના સમયમાં કંઈક તેનાથી અલગજ થઈ રહ્યું છે હાલ સ્થાનિકોને રોજગારી માટે કંપનીના ગેટ પર બેસવું પડે કંપનીના ગેટ પર આંદોલન કરવું પડે આ કેટલી હદય યોગ્ય છે
એવો જ એક કિસ્સો હાલ દહેજના કડોદરા ગામેથી સામે આવી રહ્યો છે
કડોદરા ગામ માં આવેલ UPL 12 કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન આપતા સ્થાનિક લોકો કંપની પર દોડી આવ્યા હતા
સ્થાનિક લેન્ડ લુઝરોને નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લુઝર ખેડૂતોની ફાઈલો ગુમ કર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ લાગ્યા
અને UPL 12 કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા કંપનીના સત્તાધીશોને જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક જ સમયમાં સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં કંપની ના ગેટ સામે ગાંધીચિંધિયા માર્ગે પર આંદોલન કરીશું અને જરૂર જનાતા હાઇકોર્ટના પણ દરવાજા ખટ ખટાવીશું
UPL 12 કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન આપતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ કંપની દ્વારા છેલ્લા ચાર વર્ષથી વાયદા કરવામાં આવે છે છતાંય કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નથી આવતી જેને લઇ આજરોજ સ્થાનિકો કંપની પર દોડી આવ્યા હતા
UPL કંપની દ્વારા સ્થાનિકો સાથે બેમાની કરવામાં આવતી હોય તેવું હાલ લાગી રહ્યું છે
કંપની દ્વારા છોડવામાં આવતું પ્રદૂષણ, પોલ્યુશન આ બધું સ્થાનિક લોકો સહન કરી રહ્યા છે છતાંય સ્થાનિકોને રોજગારી ન મળે એ કેટલી હદે યોગ્ય છે
સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ UPL કંપની દ્વારા પણ પક્ષ પાદ કરવામાં આવે છે જેને લઇ ગામના અનેક છોકરાઓને રોજગારી આપવામાં આવે છે અને અમુક છોકરાઓને રોજગારી નથી આપતા તેઓને કંપનીના ગેટ પર ધક્કા ખવડાવે છે આવી અનેક પ્રકારની રજૂઆતો લઈને પીડિત ખેડૂતો અને સ્થાનિકો કંપનીના ગેટ પર આવ્યા હતા
તો હવે જોવું એ રહ્યું કે આ UPL 12 કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે છે કે કેમ.....??
સોહેલ મન્સુરી,ભરૂચ
મો. ૯૯૯૮૪૧૨૫૬૨
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે
