વિધાનસભા 7 વાવમાં કાંગ્રેસ પક્ષમાંથી કાંગ્રેસ પાટીૅના અડીખમ આગેવાન અપક્ષમાં ઉમેદવારી નોંધાવી શકે છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u8qbdesruacduuok/" left="-10"]

વિધાનસભા 7 વાવમાં કાંગ્રેસ પક્ષમાંથી કાંગ્રેસ પાટીૅના અડીખમ આગેવાન અપક્ષમાં ઉમેદવારી નોંધાવી શકે છે


એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને મળી રહ્યા છે કાંગ્રેસમાં ભંગાણ કાંગ્રેસ પાટીૅના અડીખમ આગેવાન કાંગ્રેસ પક્ષથી નારાજ અમીરામભાઈ આશલ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી શકે છે

બનાસકાંઠા જિલ્લાની વાવ 7વિધાસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર અમીરામભાઈ આશલ

અમીરામભાઈ આશલ જેઓ વાવ તાલુકાના સરહદી ખરડોલ ગામના વતની છે વષૉથી કાંગ્રેસ પક્ષને વફાદાર રહ્યા છે ત્યારે છેલ્લા ચાર ટમૅ થી કાંગ્રેસ પાટીૅના વાવ વિધાનસભા દાવેદાર છે ત્યારે વાવ તાલુકા પંચાયત ના કાંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે અને જિલ્લાના પંચાયત ના કાંગ્રેસ પક્ષમાંથી સદસ્ય સભ્ય પણ છે ત્યારે વષૉથી કાંગ્રેસ પક્ષ દ્વારા અમીરામભાઈ આશલને સાઈડ લાઈન કરવામાં આવે છે ત્યારે અત્યારે પક્ષથી નારાજ થઈ અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીઓ બતાવી છે

અમીરામભાઈ આશલ સાથે અમારી ટેલિફોનિક વાતચિત દ્વારા અમીરામભાઈ આશલે જણાવ્યું હતું કે હુ વષૉથી કાંગ્રેસ પક્ષને વફાદાર રહ્યો છું અને હરહંમેશ કાંગ્રેસને વાવ વિધાનસભા જીતાડવા માટે તનતોડ મહેનત કરી છે ત્યારે ગઈ ટમૅમા પણ કાંગ્રેસ પક્ષના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવ્યા હતા જ્યારે કાંગ્રેસ પક્ષ દ્વારા મને આસવાસન આપવામાં આવ્યું હતું કે આવતી 2022 વિધાનસભા ચૂંટણીમાં આપને કાંગ્રેસ પક્ષ દ્વારા મેન્ડેડ આપવામાં આવશે જ્યારે આ વખતે પણ પક્ષ દ્વારા મારી અવગણના કરવામાં આવી છે ત્યારે મારા સમાજ દ્વારા મને સમૅથન મળ્યું છે કે તમે અપક્ષમાં ઉમેદવારી નોંધાવો અને બ્રહ્મ સમાજ અને સવૅ સમાજ દ્વારા આપને મદદરૂપ થશે અને આપ ઉમેદવારી નોધાવો જ્યારે મેં નક્કી કર્યું છે કે આવખતે પક્ષ નહીં પણ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી અને તમામ સમાજના આગેવાનોને હુ વિનંતી કરૂ છુ કે હુ હરહંમેશ કોઈ પક્ષ નહીં કોઈ વાદ નહીં કોઈ વિવાદ નહીં કોઈ જાતિવાદ નહીં આવા સંકલ્પ સાથે તમારી વચ્ચે અપક્ષ ઉમેદવાર તરીકે આવી રહ્યો છું અને હરહંમેશ આપની વચ્ચે રહીને વિકાસ કાર્યો માટે લડતો આવ્યો છુ અને લડીસ આવા મારા સપના સાથે હુ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી રહ્યો છું
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]