બોટાદ જિલ્લામાં શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ લાઠીદડ ખાતે સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ જિલ્લામાં શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ લાઠીદડ ખાતે સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો


બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
કાર્યક્રમમાં કુલ ૧૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૩૫ જેટલા શિક્ષકોએ ભાગ લીધો બોટાદ જિલ્લાના શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ, લાઠીદડ ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને 06BN, NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમના ઇન્સ્પેક્ટર રાજેશકુમાર મહાલવતના માર્ગદર્શન હેઠળ સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કુલ ૧૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૩૫ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ પચ્છમીયા અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી નાયબ મામલતદાર હસમુખભાઈ હિરાણી અને ડિસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર મેહુલ બોટાદરા ઉપસ્થિત રહ્યા હતા‌ આ અવસરે અચાનક આવી પડતી આપત્તિઓમાં સ્વ બચાવ અને અન્ય ને મદદરૂપ થવા તથા આપત્તિ સમયે લેવાના તકેદારીના પગલાં અને તેના માટે ઉપલબ્ધ વિવિધ સંશોધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે NDRFની ટીમે વિગતવાર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મેડિકલ ફર્સ્ટ એડ, ધરતીકંપ, પૂર, વાવાઝોડું, આગ, ગેસ લીકેજ, રેલ દુર્ઘટના સહિતના વિશે લાઈવ ડેમો અને મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી. તેમજ તાકિદના સમયે સીપીઆર ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ તે ડેમો સાથે વિદ્યાર્થીઓને ટ્રેઈન કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.