માળીયા હાટીનાના હાટી ક્ષત્રીય સમાજના નવ યુવાને પોલીસ ખાતા મળ્યું asi તરીકે પ્રમોશન
માળીયા હાટીનાના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન અને ગરીબોના બેલી તેમજ ધાર્મિક લાગણી શીલ વાળા જોગીદાસભાઈ જીવાભાઈ સીસોદીયા ના બંને દીકરા એ પરિવાર અને સમાજ નું નામ રોશન કર્યું છે
જોગીદાસ ભાઈ ના મોટા પુત્ર દીપસિંહ સીસોદીયા હાલ શીલ પોલીસ સ્ટેશનમાં હેડ કોસ્ટેબલ તરીકે સેવા બજાવે છે. અને બીજો નાનો દીકરો ભાવસિંહ સીસોદીયા ગીર સોમનાથ જીલ્લામાં કલેકટર ઓફીસ ખાતે ડેપ્યુટી મામલતદાર તરીકે સેવા બજાવે છે આમ જોગીદાસભાઈ સીસોદીયા નો પરિવાર ખુબજ ધર્મમાં માને છે ખાનગીમાં નાના માણસો ને મદદ કરે છે અને ઈમાનદારી તરીકે બંને દીકરા સરકારી ઓફિસમાં સેવા બજાવે છે
દીપસિંહ સીસોદીયા એ જ્યારે લોક ડાઉન સમય માં માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્યારે એમની ખુબજ સારી એવી ફરજ બજાવી હતી. દીપસિંહ સીસોદીયા એ કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે ઓરમાયું વર્તન ક્યારેય કર્યું નથી .
દીપસિંહ સીસોદીયા હાલ પોલીસ બેડા ખુબજ સારી કામગીરી કરતો હોવાથી સરકારશ્રી દ્વારા તેમને હેડ કોસ્ટેબલ માંથી asi તરીકે બઢતી મળતા સમગ્ર માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કરતા સમગ્ર સમગ્ર માળીયા હાટીના પંથક માં ખુશીનો માહોલ છવાયો
જોગીદાસભાઈ સીસોદીયા તેમજ દીપસિંહ સીસોદીયા ને માળીયા હાટીના ગ્રામજનો, સગા સબંધી અને મિત્રો મંડળ દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.