વરિયા પ્રજાપતિ સમાજ નો ૩૭ મો સમૂહ લગ્ન યોજાયો
થાન અને મોરબીમાં 27 મીએ વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો લગ્નોત્સવ યોજાયો જે અનુસંધાને કરિયાવરમાં ચીજવસ્તુઓ સાથે પુસ્તકો પણ અપાયેલ હતા.
મોરબી | થાનગઢ
મોરબી અને થાનગઢ ખાતે તા. 27/2/2024 ને મંગળવારના રોજ શ્રી વરિયા પ્રજાપતિ સમાજનો 37 મો સમૂહ લગ્ન યોજાયેલ હતો. જેમાં સંતો મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 દંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દિકરીઓને કરિયાવરમાં સોના - ચાંદીના દાગીના તેમજ પુસ્તકો સહિત 100થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.આ પ્રસંગે નવ દંપતિઓને આશીર્વાદ આપવા સંતો - મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં નેશનલ રિવેરા સીરામીક પાસે, એસ્ટ્રોન સીરામીક પાછળ, નેશનલ હાઇવે, ત્રાજપર ખાતે લગ્નોત્સવ યોજાયેલ હતો જેમાં 18 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવડીયા, અનિલભાઈ અંદોદરીયા, હડમતીયાના મહંત મેહુલદાસ બાપુ તેમજ સાંસદ મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથરીયા, કલેક્ટર, ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહીને દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવેલ હતું. જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના સમૂહ લગ્ન યોજાયેલ હતા. જેમાં 14 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેમાં કિરીટભાઈ. સંદીપભાઈ.અમિતભાઈ.વિપુલભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.