ઉના ઈદે મિલાદુન નબીની ઉજવણીના ભાગરૂપે ઉના પી.આઈ .ગોસ્વામી સાહેબનું સન્માન કરતાં મુસ્લિમ સમાજના આગેવાનો - At This Time

ઉના ઈદે મિલાદુન નબીની ઉજવણીના ભાગરૂપે ઉના પી.આઈ .ગોસ્વામી સાહેબનું સન્માન કરતાં મુસ્લિમ સમાજના આગેવાનો


ઉના શહેરમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી પોલીસ કડક બંદોબસ્ત સાથે કરવામાં આવી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને ઈદની ઉજવણી ખૂબ ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી.

જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું અને તે સમગ્ર શહેરમાં નીકળ્યું હતું જેમાં વડલા ત્રિકોણબાગ ટાવર ચોક વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું.

ઉનાના પી. આઇ શ્રી ગોસ્વામી સાહેબ અને તેમના સાથે પોલીસ કર્મીઓ સમગ્ર માર્ગદર્શન મેળવી અને જુલૂસ નીકળ્યું હતું જ્યારે પોલીસ સ્ટેશનને જુલૂસ પહોંચતા ઉના પી આઇ શ્રી ગોસ્વામી સાહેબ અને તેમના સાથે રહેતા પોલીસ કર્મીઓનું સન્માન મુસ્લિમ સમાજના આગેવાન ઈસુભાઈ તબક્કલ . ઈકબાલ હાજી દ્વારા કરવામાં આવ્યું હતું.

પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરેખર સૂત્ર સાબિત થયું છે સાહેબ આવતાજ લોકોના દિલ જીત્યા હતા સાહેબને ફુલહારથી સમાન કરી તેમની કામગીરીને બિરદવી હતી કાયદો વિસ્તાર જાળવવા માટે
મુસ્લિમ સમાજ એ પણ પી.આઈ શ્રી ગોસ્વામી સાહેબનો આભાર માન્યો હતો

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon