બરવાળા તાલુકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ, ખાતમુર્હૂત, તથા વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ સંપન્ન
કાર્યક્રમમાં રૂ.૧૫૮ લાખના કામોનું લોકાર્પણ તથા રૂ.૭૪ લાખના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ૪ ગામોમાં ઇ-રીક્ષાનું વિતરણ કરાયું, નભોઇ-પી૫રીયા ગામે નંદઘર આંગણવાડી મકાન માટે રૂપિયા દસ લાખની સહાય આ૫વામાં આવી
બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત કચેરી, બરવાળા દ્વારા નવા નાવડા પ્રાથમિક શાળાના સાંસ્કૃતિક ભવન હોલમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ, ખાતમુર્હુત તથા વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રૂ.૧૫૮ લાખના કામોનું લોકાર્પણ તથા રૂ.૭૪ લાખના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ૪ ગામોમાં ઇ-રીક્ષાનું વિતરણ કરાયું હતું તેમજ ૧૫મા નાણાપંચ તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂ. ૨૦ લાખના ખર્ચે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના અલગ અલગ ગામોમા કુલ ૧૦ પાણીના ટેન્કર વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉ૫રાંત સરકારશ્રીની યોજનામાંથી નભોઇ-પી૫રીયા ગામે નંદઘર આંગણવાડી મકાન માટે રૂપિયા દસ લાખની સહાય આ૫વામાં આવી હતી સાથોસાથ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ૫ લાભાર્થીઓને પ્રમાણ૫ત્ર તેમજ સહાય રકમ ચૂકવવામાં આવી હતી સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત બરવાળા તાલુકામાં કુલ ૨૪ ગામોમાં ચુના માર્કિગ, ડ્રોન ફલાઇ કરીને ગામ લોકોને તેમની પ્રો૫ર્ટીના પ્રો૫ર્ટી કાર્ડ આ૫વાની કામગીરી કરાઈ રહી છે જેમાં કાર્યક્રમમાં પ્રતિક સ્વરૂપે કુલ ૧૭ લોકોને તેમના પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઇ ખાચર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ ૫ટેલ, પ્રાંત અધિકારી ચૌધરી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.