માળીયા હાટીના તાલુકાના શેરીયાખાણ ગામમાં એક વ્યક્તિને કેબીસીમાં 25 લાખની લોટરી લાગી હોવાનું કહી રૂા. 4.7 લાખ ખંખેર્યા
માળીયા હાટીના તાલુકાના શેરીયાખાણ ગામમાં રહેતા મમદભાઇ હુશેનભાઇ લાખા ઉ.વ.-૪૨ અને તેના પરિવરજનો ગત તા. 20-10-2021 ના સાંજે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે તેના તરૂણ વયના પુત્રના મોબાઈલમાં વોટ્સએપ પર એક વીડિયો આવ્યો હતો. જેમાં તમારો નંબર કેબીસી કંપનીમાં સિલેક્ટ થયો છે. તમને 25 લાખની લોટરી લાગી છે અને લોટરીના પૈસા તમારા ખાતામાં જમા કરાવવા માટે વીડિયોમાં આપેલા નંબર પર સંપર્ક કરવા કહ્યું હતું. મમદભાઇએ તે નંબર પર વોટ્સએપ કોલ કરી વાત કરતા અજાણ્યાં શખ્સે પોતે કે.બી.સી.માંથી બોલે છે અને લોટરીના 25 લાખ તમારા ખાતામાં જમા કરવા માટે તમારે સર્વિસ ટેક્સ ભરવો પડશે. અને તેણે એકાઉન્ટ નંબર મેસેજ કરતા મમદભાઇ ગત તા. 20-11-2021 ના ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા ગયા હતા અને ત્યાં રોકડા પૈસા આપી 12200 /ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં લોટરીના બોગસ કાગળ વોટ્સએપ પર મોકલ્યા હતા. બાદમાં ગઠીયાએ તમારૂં આ વોટ્સએપ બંધ કરી દો તેમ કહી અને બીજું કાર્ડ ચડાવો, આથી તેમ કર્યું હતું. બાદમાં જીએસટી ચાર્જ, સી.બી.આઈ. ચાર્જ, સિક્યુરિટી ચાર્જ અને એકાઉન્ટ મોટું કરવા તેમજ લોટરીની રકમમાં 25 લાખની લાગી હોવાની લાલચ આપી અને તેના વિવિધ ચાર્જના નામે કુલ 4.07.114/ લાખ રૂપીયા ખંખેરી લીધા હતા.આમ 20-10-2021 થી 15-2-2022 દરમ્યાન મમદભાઇએ કુલ જુદી-જુદી તારીખે જુદી-જુદી બેંકના ખાતામાં પૈસા જમા કર્યા હતા. બાદમાં પણ લોટરીની રકમ મળી ન હતી. આથી તેઓને પોતા સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી અને બાદમાં તેઓએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના આધારે આજે માળીયા હાટીના પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો દાખલ કરી આગળ ની વધુ તપાસ માળીયા હાટીના પોલીસે હાથ ધરી છે.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.