લીંબડી હાઈવેમાં ડમ્પર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે બેનાં મોત - At This Time

લીંબડી હાઈવેમાં ડમ્પર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે બેનાં મોત


ફૂલગ્રામ નજીક સર્જાયેલા બનાવની જાણ થતા પોલીસ દોડી

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ નેશનલ હાઈવે પાસે ફૂલ્ગ્રામ ગામના પાટીયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે જે અકસ્માતમાં ટ્રકનો ડાઈવર અને આઇસરનો આ ડ્રાઇવર બંને ડ્રાઈવરોના મોત થયા હોવાનું પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળે છે ત્યારે અંગેની જાણવા મળશે વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પાસે આવેલા ફૂલ્ગ્રામ ગામના પાટીયા પાસે આજે આઇસર માલ ભરી અને પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક જ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા આઇસર ડીવાઈડર ટપી અને સામે જતા ડમ્પર સાથે ધડાકા ભેર અથળાઈ હતી આ ઘટનામાં બંને વાહનો ધડાકાભેર સામસામે અથડાતા બંને વાહનોના ડાઈવરોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સાયલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આઇસર અને ડમ્પરના બંને ડ્રાઈવરોના મૃતદેહોને મહામતે બહાર કાઢી અને તાત્કાલિક અસરે જેમને પીએમ માટે સાયલા ખસેડવામાં આવ્યા છે રોડ ઉપર બંને વાહનોના અકસ્માતથી સર્જાયેલ ટ્રાફિક જામ કલાકો બાદ પુરોવત કરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ બંને મૃતકોની ઓળખ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા આ બંને ડ્રાઈવરોના મોત અંગેની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આઇસરનો ડ્રાઇવર ઓમ પ્રકાશગીરી કલ્લુગીરી ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ડમ્પર નો ડાઈવર ગેલાભાઈ મોતીભાઈ નાની છેડા તાલુકો બોટાદ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બંનેના પરિવારજનોને અકસ્માત અંગેની જાણકારી આપી અને પોલીસે તાત્કાલિક અસર એ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.