વેપારીને આપઘાતની ફરજ પાડનાર ચારેય વ્યાજખોર પોલીસ સકંજામાં - At This Time

વેપારીને આપઘાતની ફરજ પાડનાર ચારેય વ્યાજખોર પોલીસ સકંજામાં


યુવાને સ્યૂસાઇડ નોટ લખી મોટામવામાં તેના ગોડાઉનમાં ફાંસો ખાધો

​​​​​​​સાડા તેર તોલા સોનાના ઘરેણાં પણ લઇ લીધાનો આક્ષેપ

મવડી પ્લોટમાં રહેતા અને મોટામવામાં કોલસાનો વેપાર કરતા રવાભાઇ ખોડાભાઇ ઝાપડા નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ પોલીસ તપાસમાં મૃતક પાસેથી એક સ્યુશાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને બેંકમાં નોકરી કરતા હનુભા રાઠોડ, જય પટેલ, ભરત અને મનો નામના વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી જિંદગી ટૂંકાવી રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસે દેડકદડ ગામે રહેતા મૃતકના ભાઇ વાસાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.