અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પર પ્રસ્થાન સમયમાં ફેરફાર થશે. - At This Time

અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પર પ્રસ્થાન સમયમાં ફેરફાર થશે.


પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે,

આ પરિવર્તન ડિઝલ લોકો થી ઈલેક્ટ્રિક લોકો લગાવવા તેમજ વડોદરા સ્ટેશન ઉપર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યું છે,આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છે,

1. ટ્રેન નંબર 22907 મડગાંવ-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસનો તારીખ 02 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 01.43/ 01.53 કલાક ને બદલે 01.43/01.46 કલાકનો રહેશે.

2. ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસનો તારીખ 07 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 04.58/ 05.08 કલાક ને બદલે 04.58/05.03 કલાકનો રહેશે.

3. ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરૂનેલવેલી એક્સપ્રેસનો તારીખ 05 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 10.50/ 11.00 કલાક ને બદલે 10.50/ 10.55 કલાકનો રહેશે.

4. ટ્રેન નંબર 20923 તિરૂનેલવેલી-ગાંધીધામ એક્સપ્રેસનો તારીખ 01 ડિસેમ્બર 2022 થી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19.56/ 20.06 કલાક ને બદલે 19.56/ 20.01 કલાકનો રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી પોતાની યાત્રા દરમિયાન ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખે.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.