વડીયા શહેર માં કોંગ્રેસ દ્વારા બંધ નાં એલાન ની અસર વોર્ડ નં 6 ની મુખ્ય બજારમાં જોવા મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tys4tg8jg5exu18b/" left="-10"]

વડીયા શહેર માં કોંગ્રેસ દ્વારા બંધ નાં એલાન ની અસર વોર્ડ નં 6 ની મુખ્ય બજારમાં જોવા મળી


વડીયા શહેર માં કોંગ્રેસ દ્વારા બંધ નાં એલાન ની અસર વોર્ડ નં 6 ની મુખ્ય બજારમાં જોવા મળી

વોર્ડ નં 6 નાં ગ્રામ પંચાયત સદસ્ય અને યુવા નેતા જુનેદ ડોડીયાની અપીલ સ્થાનિક વેપારીઓ એ સ્વીકારી

સહકાર આપવા વેપારીઓનો બદલ માન્યો આભાર

કેન્દ્ર માં અને રાજ્ય માં ભાજપ સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડી છે ત્યારે વધતી જતી મોંઘવારી અને બેરોજગારીથી લોકો ત્રાહિમામાં પોકારી ઉઠ્યા છે. ત્યારે ભાજપ ના હેરાનગતિ ના છુપા ભય થી વેપારીઓ પણ પરેશાન હોવા છતાં દબાણવશ થઈ ના છૂટકે દુકાનો ખુલ્લી રાખવી પડે છે.ત્યારે વડિયા ગ્રામપંચાયત ના યુવા નેતા એવા જુનેદ ડોડીયા ના વોર્ડ છ એ મુખ્ય બજાર સાથે જોડાયેલો છે ત્યારે આ વોર્ડ મા યુવા નેતાની અપીલ થી સ્થાનિક વેપારીઓ અડધો દિવસ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને કૉંગેસ ના બંધ ના આંદોલન ને સમર્થન આપ્યું હોય તેવુ જોવા મળ્યું હતુ. ત્યારે વડિયા કોંગ્રેસ ના યુવા નેતાની અપીલ લોકો સ્વીકારતા વોર્ડ છ ની દુકાનો બંધ જોવા મળી હતી.યુવા નેતા જુનેદ ડોડીયા ને વેપારીઓ એ સમર્થન આપતા તેના દ્વારા આ વેપારીઓ અને દુકાનદારો નો આભાર માણ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]