વિશ્વ રકતદાન દિવસની શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સૌ રક્તદાતાઓને શુભકામના - At This Time

વિશ્વ રકતદાન દિવસની શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સૌ રક્તદાતાઓને શુભકામના


🔵વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વિશ્વ રક્તદાન દિવસ દર વર્ષે ૧૪ જુનના રોજ મનાવવામાં આવે છે.

🔴સન્ ૧૯૯૭ થી રક્તદાન દિવસ ઉજવણીની શરુઆત કરવામાં આવી છે.

🔵રક્તદાન દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય જરુરીયાતમંદ લોકો સુધી રક્તદાતાઓ દ્વારા રક્ત પહોંચે અને જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ દર્દી પાસેથી લેવામાં ન આવે તે છે,પરંતુ આનો અમલ ફક્ત ૪૯ જેટલા દેશો જ કરી રહ્યા છે.

🔴હાલ ભારતમાં દર વર્ષે ૧ કરોડ રક્ત યુનિટની જરુર છે જેની સામે ૭૫ લાખ જેટલા રક્ત યુનિટ મળે છે.એટલે કે ૨૫ લાખ જેટલા રક્ત યુનિટના અભાવે લોકો મૃત્યુ પામે છે.

આજ રક્તદાનના દિવસે રક્તદાન કરતા દાતાશ્રીઓ અને રક્તદાન કેમ્પો યોજતા આયોજકોને વંદન કે જેમના થકી કેટલાય લોકોને નવી જીંદગી મળે છે.

🟠રક્તદાન કોણ કરી શકે?-🟠

🔴જે વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની છે તે તમામ સ્ત્રી પુરુષ રક્તદાન કરી શકે છે.

🔵જેમનું વજન ૪૫ કિલોગ્રામથી વધુ છે તે તમામ રક્તદાન કરી શકે છે.

🔴જેમને HIV,હિપેટાઈટીસ બી,હીપેટાઈટીસ સી,કેન્સર જેવા જીવલેણ રોગો છે તે રક્તદાન કરી શકે નહી.

🔵સગર્ભા કે સ્તનપાન કરાવતી માતાઓ રક્તદાન કરી શકે નહિં.

🔴રક્તદાન કરવાથી આપણા શરીરના બ્લડના બધા રિપોર્ટ થાય છે જેના લીધે શરીરમાં કોઈ તકલીફ હોય તો તેનો ખ્યાલ આવી શકે છે.

🔵રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી શકે તે ખોટી માન્યતા છે,એવું કશુ થતુ નથી.

🔴હાલ કેટલાય બાળકો થેલેસેમિયા રોગથી પીડાય છે તેઓની જીંદગી રક્તદાતાઓ પર નિર્ભર રહે છે.આથી આવા બાળકો માટે રક્તદાન અવશ્ય કરવું જોઈએ.

🔵કેટલાક કિસ્સામાં સગર્ભા મહિલાઓને પ્રસુતી સમયે રક્તની જરુરીયાત ઉભી થાય છે આવા સંજોગોમાં રક્તદાન ખુબ જરુરી છે.

🔵જ્યારે જ્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની જરુરીયાત ખુબ જ રહેતી તેવા સમયે રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી છે.

🔵આજના રક્તદાનના દિવસે શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા અત્યાર સુધી થયેલા તમામ રક્તદાન કેમ્પોમાં ઉપસ્થિત રહી રક્ત રુપી મહાદાન કરેલ તમામ દાનવીરો અને આયોજકોને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

આપ દ્વારા ભવિષ્યમાં રક્તની જરુરીયાત સમયે આપનું યોગદાન આપતા રહો અને માનવતાના આ કાર્યમાં ઈશ્વર આપને નિરોગી રાખે તેવી શુભકામનાઓ.

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon